ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વારા સૌપ્રથમ વખત શહેરમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

139

૧૨૮ છોકરા તથા ૧૨૮ છોકરીઓ કુલ ૨૫૬ પ્લેયર્સ આ ઈવેન્ટમાં ભાગ લેશે
ભાવનગર બાસ્કેટબોલ લીગના ઉપક્રમે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ભાવનગર શહેરનાં આંગણે બાસ્કેટબોલ લીગનુ આયોજન શહેરના જ ઉદ્યોગ જગતનાં માધાંતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૨૮ છોકરા તથા ૧૨૮ છોકરીઓ મળી કુલ ૨૫૬ ખેલાડીઓ ભાગ લેશે.બાસ્કેટબોલ ક્ષેત્રે ભાવનગર શહેરનું વર્ષોથી દેશને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વર્ગસ્થ કિરીટ ઓઝા જેવાં ખેલાડીઓ ભાવનગરની જ દેણ છે. ત્યારે શહેરમાં વસતાં નવ યુવાઓમાં છુપાયેલ સુષુપ્ત શક્તિ ઓને પ્લેટફોર્મ આપવા માટેનો ઉમદા પ્રયાસનું સુંદર બિડુ ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વારા ઝડપાયુ છે. આગામી સપ્ટેમ્બર માસથી દર શનિ-રવિવારે શહેરના સિદસર સ્થિત સ્પોટ્‌ર્સ સંકૂલ ખાતે બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાશે.આ ટુર્નામેન્ટમાં શહેરના જ ૧૨૮ છોકરા તથા ૧૨૮ છોકરીઓ મળી કુલ ૨૫૬ પ્લેયર્સ આ ઈવેન્ટમાં પોતાની પ્રતિભા પ્રકાશિત કરશે. આ ઈવેન્ટને ભાવનગરના ખ્યાતનામ ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સપોર્ટ કરશે જેમાં મુખ્ય સપોર્ટર તરીકે મધુસિલીકા કંપની રહેશે. આ ટુર્નામેન્ટ માટે ૫૫૦ જેટલાં પ્લેયર્સોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ૨૫૬ ખેલાડીઓની પસંદગી આંતર રાષ્ટ્રીય બાસ્કેટબોલ પ્લેયર્સ દ્વારા કરવામાં આવી છે.રાજ્યમાં સૌપ્રથમ વાર યોજાનાર આ બાસ્કેટબોલ લીગના આયોજનનો મુખ્ય હેતુ ભાવનગરના ખેલાડીઓને નવા આયામ સુધી પહોંચાડવાનો છે. આ ઈવેન્ટમાં ભાવનગર રાજવી પરિવાર પણ સપોર્ટ કરવા સાથે સ્પોન્સર કરશે. આ ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયે રાજ્ય તથા નેશનલ કક્ષાએ પણ આયોજનની ઉમદા નેમ આયોજકો ધરાવે છે.

Previous articleરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ભાવનગર ખાતે શાનદાર ઉજવણી
Next articleમહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં વિભાવરીબેન દવેની થયેલી નિમણૂંક