ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારીની ઘોષણા થયેલ. જેમાં ભાવનગરના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના બાલ કલ્યાણ મંત્રી શ્રી વિભાવરીબેન દવેની રાષ્ટ્રીય વિશેષ આમંત્રિત સદસ્ય તરીકે પસંદગી થયેલ. વિભાવરીબેનની આ નિમણુંકને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ભારતીય જનતાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતિબેન શિયાળ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, તેમજ ભાવનગર શહેર ભાજપ સંગઠન વતી ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદી, અમોહભાઈ શાહ, સુનિલભાઈ ઓઝા, હરુભાઈ ગોંડલિયા, મેયર કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, મહાપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ સહિત શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનોએ આ નિમણુંકને સહર્ષ આવકારીને શુભેચ્છા પાઠવેલ.