રાજુલા શહેરમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનું આયોજન કરાયું છે ત્યારે ગઈકાલે રાતે વાવડીના મહંત બાબભાઈના હસ્તે દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેમાં સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ ધાખડા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કાતર દરબાર દાદભાઈ વરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, મહેન્દ્રભાઈ ધાખડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હર્ષ વસોયા, પૂર્વ પ્રમુખ વનરાજભાઈ વરૂ, વિપક્ષ નેતા કનુભાઈ ધાખડા, બકુલભાઈ વોરા, સરપંચ અનિરૂધ્ધભાઈ વાળા, અજયભાઈ ખુમાણ, વીરભદ્રભાઈ ડાભીયા, સાગરભાઈ ડાભીયા, સુર્યસેના ટીમ હસુભાઈ વરૂ, સુરેશભાઈ ધાધલ, સુરેશભાઈ, અમરૂભાઈ બારોટ, વાળા, અશોકભાઈ, અશ્વિનભાઈ ખુમાણ, કમલેશભાઈ, કનુભાઈ વરૂ સહિત સ્થાનિક રહીશો વિવિધ સંગઠન ગ્રુ સંસ્થાના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.