રાજુલાથી નવો બનતો ફોર ટ્રેક રોડના એગ્રો કંપનીએ મૌતનું તાંડવ રચ્યું વીસળીયા પાસે બે મોટર સાયકલ અથડાતા ૧નું મૌત ૩ ગંરીની શાહી પણ સુકાઈ નથી ત્યાં હેમાળ ગામે અવરલોડ પથ્થર ભરેલ ડમ્પરમાંથી પથ્થર મહિલા માથે પડતા પ્રથમ રાજુલા ત્યાંથી ગંભીર હાલતે મહુવા ખસેડાયા હતાં.
હજી બે દિવસ પહેલા આ નવા બનતા રોડના પાડી દીધેલ મોટા ખાડાથી વીસળીયા પાસે સામ સામા મોટર સાઈકલો અથડાણા અને સ્થળ પર જ એકનું મોત ૧ મહિલા સહિત નાગેશ્રીના બે યુવાનો ગંભીર હાલતે મહુવાથી ભાવનગર ખસેડાયાની શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે જાફરાબાદના હેમાળ ગામે આજુબાજુ ગામોથી એગ્રો પ્રાઈવેટ કંપનીના ખનીજ ચોરી કરી ઓવર લોડ પથ્થરોને રોડમાં બીછાવવા હેમાળ ગામની વચ્ચેથી પસાર થતા ડમ્પરમાંથી પથ્થર ઉડી નિર્દોષ કોળી યુવતી અંજુબહેન ધરમશીભાઈ પરમાર ઉપર પડતા અંજુબહેનને પ્રથમ રાજુલા અને વધુ ગંભીર જણાતા રાજુલા હોસ્પિટલના ડોકટરોએ તેને મહુવા રીફર કરાયા હતાં. જરૂર પડયે ત્યાંથી ભાવનગર પણ રીફર કરાશે તે અંજુબહેન (ઉ.વ.૩૦) રાજુલા પોલીસને સર્વે હકિકત જણાવતા એગ્રો કંપનીના વાહન ડ્રાઈવર સહિતને પકડી પાડવા નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઈ પટેલને કાગળો મોકલી અપાયા આ બાબતે બાબરીયાવાડની સમસ્ત જનતામાં અતિ રોષ ફાટી નિકળ્યો છે.