મુંબઈ, તા.૦૨
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને ૭૬ રનથી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક્શન મોડમાં આવી ગયા છે. જેના પરથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજા પર સંકટના વાદળો ઘેરાઈ શકે છે. આ ત્રણેય ખેલાડી ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-૧૧ના કોમ્બિનેશનમાં ફિટ બેસી શકે તેમ નથી. તેવામાં આજથી ચોથી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવા જઇ રહી છે. ત્યારે સૂર્યકુમાર યાદવ, શાર્દૂલ ઠાકુર અને આર.અશ્વિનને તક મળી શકે છે. તેવામાં ઓલ ઈન્ડિયા સિનીયર સિલેક્શન કમિટિએ ટીમ મેનેજમેન્ટરોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, આર.અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ૨ સપ્ટેમ્બરથી ’ધ ઓવલ’માં રમાશે. અત્યારે આ સિરીઝ ૧-૧ની બરાબરી પર છે. તેવામાં આ મેચમાં બંને ટીમ જીત મેળવીને સિરીઝમાં ૨-૧ની લીડ મેળવવા માટે પોતાની બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી શકે છે. ધ ઓવલમાં સ્પિન બોલર્સને સહાયતા મળતી હોવાથી ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-૧૧માં અશ્વિનને પણ તક મળી શકે છે. એટલું જ નહીં ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્માથી લઈને જસપ્રીત બુમરાહ પાસે ’વિરાટ રેકોર્ડ’ સ્થાપિત કરવાની તક રહેશે. તો ચલો આપણે આવા જ કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ અને સંભવિત પ્લેઇંગ-૧૧ પર એક નજર ફેરવીએ.. વિરાટ કોહલી એક રન બનાવતાની સાથે જ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં ૨૩ હજાર રન પૂરા કરી લેશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ત્રીજો ઈન્ડિયન બેટ્સમેન હશે. તેની પહેલા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ આ પડાવ પાર કરી ચૂક્યા છે. સચિને કુલ ૩૪, ૩૫૭ રન તથા રાહુલ દ્રવિડે કુલ ૨૪,૦૬૪ રન કર્યા હતા.ઈન્ડિયન ટીમના હિટ મેન રોહિત શર્મા પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કરવાથી માત્ર ૨૨ રન જ દૂર છે. અત્યારે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૪,૯૭૮ રન કર્યા છે.ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક રહેલી છે. તેણે અત્યારસુધી ટેસ્ટમાં કુલ ૯૭ વિકેટ્સ લીધી છે. જો તે ચોથી મેચમાં ૩ વિકેટ લેશે તો પોતાની કારકિર્દીની અનોખી વિકેટ્સની સદી નોંધવશે.કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ઈન્ડિયન ટીમે આ મેદાન પર કુલ ૧૩ ટેસ્ટ રમી છે અને માત્ર એકમાં જ જીત દાખવી હતી. જ્યારે અન્ય ૫ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો તો ૭ મેચ ડ્રો રહી હતી.તેવામાં ચોંકાવનારી વાત એ છે કે ઈન્ડિયન ટીમે એકમાત્ર જીત આજથી ૫૦ વર્ષ પહેલા ૧૯૭૧ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં દાખવી હતી. ૧૯૭૧માં અજીત વાડેકરની કેપ્ટનશિપ દરમિયાન ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને ૪ વિકેટે હરાવ્યું હતું.ઈન્ડિયાએ કેનિંગ્ટન ઓવલમાં રમેલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે. ૨૦૧૧માં યજમાન ઇંગ્લેન્ડે ઈન્ડિયાને એક ઇનિંગ અને ૮ રનથી હરાવ્યું હતું, જ્યારે ૨૦૧૪માં તેને એક ઇનિંગ અને ૨૪૪ રનથી ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૮ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એલિસ્ટર કૂક એન્ડ કંપનીએ ઈન્ડિયાને ૧૧૮ રનથી હરાવ્યું હતું.