પાલીતાણા નજીક આવેલા શેત્રુંજી ડેમ ખાતેની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઈફકો-ઈન્ડીયન ફાર્મસ ફર્ટીલાઈઝર કંપની દ્વારા વિશાળ સારસ્વત ભવન આકાર પામશે. આ બહુઉપયોગી ભવનથી શેત્રુંજી ડેમ ખાતે શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થશે.
તાજેતરમાં અહીં યોજાયેલા ખાતમુર્હુત પ્રસંગે તુલસીભાઈ માંડવિયા, ગોપાલભાઈ વાઘેલા, ટ્રસ્ટીઓ કુમુદભાઈ ઠાકર, લવજીભાઈ ધોળિયા, રસીકભાઈ સુતરીયા, નિયામક લાલજીભાઈ સોલંકી તેમજ ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
આચાર્ય એ.એ. પરમાર, કે.બી. ગોસ્વામી, સંજયભાઈ કાત્રોડીયા અને શાળા પરિવાર સક્રિય રહ્યો હતો. કમલેશભાઈ પંડ્યાએ કાર્ય સંકલન કર્યુ હતું.
ગામડા ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સવલતો વધારતા આવા સારસ્વત ભવનના નિર્માણ થતા વાલીઓ, ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. કાર્યક્રમમાં ઈફકોના એન.એમ. ધૂલે, ઈફકો માર્કેટીંગ ભાવનગરના લાડાણીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.