બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયેલ ડબલ મર્ડરના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૩૧/૦૮/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ અને જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રાણપુર પોલીસ સ્ટેશનના ગુન્હો દાખલ કરવામાં આવેલ. આ ડબલ મર્ડરના ગુન્હાનો આરોપી ભીખુભાઇ સુરસંગભાઇ ડોડીયા રહે. ગુંદા તા.રાણપુર જિ.બોટાદ વાળો મર્ડર કરી મોટર સાયકલ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલ હતો.આ ગુન્હાના આરોપીને પકડવા માટે રાણપુર પોલીસ સ્ટેશનની ટીમની સાથોસાથ જિલ્લાની એલ.સી.બી. અને એસ.ઓ.જી.,સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર, ક્યુઆરટી, પોલીસ હેડ ક્વાર્ટરના ચૂનંદા અધિકારી/કર્મચારીએાની ટીમ મળી ૭૦ જેટલા પોલીસ જવાનોની અલગ-અલગ ટીમ બનાવી ગુંદા ગામની પડતર સીમ તથા વાડી વિસ્તાર અને આસપાસના ગામોના વાડી વિસ્તાર અને સીમ વિસ્તાર તથા ધાર્મીક સ્થાનો અને અન્ય સ્થળો કે જ્યાં આ ગુન્હાનો આરોપી છુપાઈ શકે તેવી શક્યતાએા હતી ત્યાં શોધખોળ કરવામાં આવેલ. ઉપરાંત સરકાર ના VISWAS PROJECT અંતર્ગત જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમ સી.સી.ટીવી કેમેરાએા અને લોકલ ઈન્ટેલીજન્સની મદદ લેવામાં આવેલ.આ શોધખોળ દરમિયાન VISWAS PROJECTના સી.સી.ટી.વી. કેમેરામાં આરોપી ધાબળો એાઢી પોતાનુ મોટર સાયકલ લઈ બોટાદ શહેરથી ખસ તરફ પસાર થતો જોવા મળેલ અને આ હકિકત તપાસ ટીમોને મળતા તમામ ટીમો દ્વારા બોટાદ થી ખસ રોડ તથા બોટાદ-ખસ રોડને સાંકળતા અન્ય રોડ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને તારીખ ૨/૯/૨૦૨૧ ના વહેલી સવારના ૪ વાગ્યાના અરસામાં આરોપી ગોધાવટા ચોકડી પાસે નજરે પડેલ અને આરોપી દ્વારા પોલીસ ને વાહન ચેકીંગ કરતા જોઈ પોતાનું વાહન રોડ પર મુકીને ખેતરના રસ્તે ભાગવા લાગેલ અને સ્થળ પરના હાજર પોલીસ અધિકારી/કર્મચારીએા દ્વારા સમયસૂચકતા વાપરી તરત આરોપીનો પીછો કરી તેને ઝબ્બે કરવામાં આવેલ અને આગળની તપાસ માટે સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર બોટાદ સર્કલને સોંપવામાં આવેલ છે.