પાલીતાણાનાં હસ્તગીરી ડુંગરમાં વિકરાળ આગ

807
bvn2542018-1.jpg

પાલીતાણાનાં હસ્તગીરી ડુંગરમાં સાંજના સુમારે આગનો બનાવ બનવા પામ્યો છે બનાવની જાણ પાલીતાણા ફાયરને કરાતા તેમની ફાયરની ગાડી રીપેરીંગમાં હોય ભાવનગર ફાયર ટીમને જાણ કરતા તુંરત બનાવ સ્થળે દોડી જઈ વિકરાળ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. પાલીતાણાનાં હસ્તગીરી ડુંગરમાં મોડી સાંજે આગનો બનાવ બનવા પામ્યો છે. જોત-જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોટી માત્રામાં વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં પાલીતાણા ડે.કલેકટર અને મામલતદાર બનાવ સ્થળે દોડી ગયા હતા અને પાલીતાણા ફાયરની ગાડી રીપેરીંગમાં હોય ભાવનગર ફાયર ટીમ પાલીતાણા ખાતે દોડી ગઈ હતી ૪૦૦ વિઘાની જગ્યામાં લાગેલી આગને લીધે ધુમાડાનાં ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. અને મોટી માત્રામાં વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા. પાલીતાણા ફાયરની ગાડી સમયે જ કામ ન લાગતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Previous articleભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ યોજનાની જાગૃતતા સાથે પરમાણુ સહેલી દ્વારા મહારેલી
Next articleસર ટી. હોસ્પિટલના બેબી વોર્ડમાં મોડીરાત્રે આગ લાગી : ભાગાભાગી