ધોની રિટાયરમેન્ટ બાદ પણ બીજો સૌથી ધનિક ક્રિકેટર

107

નવી દિલ્હી,તા.૩
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હોય, પરંતુ આજે પણ તેના ચાહકો આખી દુનિયામાં હાજર છે. ધોની પાસે પૈસાની સાથે સાથે ખ્યાતિની પણ કમી નથી. તે સચિન તેંડુલકર પછી વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે. પરંતુ આ સવાલ દરેકના મનમાં આવે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા પછી પણ ધોની આટલા પૈસા કેવી રીતે કમાય છે. તેમની આવકના કેટલાક મુખ્ય સ્ત્રોતો પર એક નજર કરીએ. ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની હજુ પણ વાર્ષિક ૭૪ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આઈપીએલ સિવાય ધોની વધુ સ્પર્ધાત્મક ક્રિકેટ રમતો નથી. પરંતુ તેને તેની આઈપીએલ ટીમ સીએસકે અને ઘણા બ્રાન્ડ એસોસિયેશન તરફથી ઘણા પૈસા મળે છે. ધોની આઈપીએલની શરૂઆતથી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. સીએસકે ધોનીને ૧૫ કરોડ રૂપિયાનો પગાર આપે છે. સીએસકેના કોઈ ખેલાડીને ધોની કરતા વધારે પગાર મળતો નથી. ડોમેન વેબસાઇટ્‌સથી લઇને મેટ્રિમોનિયલ વેબસાઇટ્‌સ સુધી, ધોની હજુ પણ વિશ્વભરની કંપનીઓ માટે સૌથી વિશ્વસનીય ચહેરાઓમાંનો એક છે. મોટી કંપનીઓ પોતાનો પ્રચાર કરવા માટે ધોનીને સાઇન કરે છે. ધોનીનું રાંચીમાં મોટું ફાર્મ હાઉસ છે અને તેમાં ૮૦ જેટલી બાઇકો પણ સામેલ છે. આ સિવાય આ ફાર્મ હાઉસમાં ઘણી મોંઘી કાર છે. આ તમામ કાર અને બાઇકની કિંમત કરોડોમાં છે. કમાણીની દ્રષ્ટિએ ધોની દિગ્ગજ સચિન તેંડુલકરની પાછળ છે. ધોનીની જેમ સચિન પણ ઇલેક્ટ્રિકલ કંપની સાથે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.

Previous articleસિદ્ધાર્થ વગર હવે હું કેવી રીતે જીવીશ : શહનાઝ ગીલ
Next articleસેન્સેક્સમાં ૨૭૭, નિફ્ટીમાં ૮૯ પોઈન્ટનો મોટો ઊછાળો