કોરોનાના કારણે ઘંઘા રોજગાર બંધ થયેલ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અંધ અભ્યુદય મંડળે અનાજકીટનું વિતરણ કર્યું

448

કોરોનાને કારણે ધંધા-રોજગાર મંદ પડતા બેરોજગાર થયેલા પરિવારો માટે ડીનર સેટ અને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ભાવનગરમાં કોરોનાના કારણે અનેક પરિવારો બેકાર બન્યા હતા જેને લઈ અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી મદદ કરી રહી છે.અંધ અભ્યુદય મંડળ દ્વારા અનોખી પહેલ કોરોનાને કારણે ધંધા-રોજગાર મંદ પડતા બેરોજગાર થયેલ ભાવનગર જીલ્લાના ૧૨૫ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારને ડીનર સેટ અને અનાજકીટનું વિતરણ લંડન સ્થિત કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈનાં આર્થિક સહયોગથી મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું.અંધ અભ્યુદય મંડળ દ્વારા દર મહીને શહેરનાં ૨૧ પરિવારને નિયમિત રીતે માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થાના સભ્યઓ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મદદે આવનાર દાતાઓ માટે અતિ મહત્વની હોય અને વધુને વધુ દાતા આ સત્કાર્યમાં જોડાય તેવી અપીલ કરવામાં આવે છે. આ પ્રસંગે મંડળનાં મંત્રી હસમુખભાઈ ધોરડા, કનુભાઈ પટેલ, પંકજભાઈ ત્રિવેદી અને મહેશભાઈ પાઠક સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆગામી ભાદરવી અમાસને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ સોમવારના રોજ બંધ રહેશે
Next articleજામીન ઉપર મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝબ્બે