જામીન ઉપર મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝબ્બે

127

એલસીબીની ટીમે મહુવાના પ્રવેશદ્વારથી ઝડપી જેલ હવાલે કર્યો
મહુવાના એક શખ્સ વિરુદ્ધ તેની પત્નીએ ખાધાં ખોરાકીનો કેસ કર્યો હોય અને કોર્ટે આ શખ્સને સજા ફટકારી હોય પરંતુ આ શખ્સ જેલમાંથી જામીન મુક્ત થઇ ફરી હાજર ન થતો હોય અને પોલીસ ચોપડે ફરાર થઈ ગયો હતો જેને એલસીબી ની ટીમે મહુવા શહેરના પ્રવેશદ્વાર થી ઝડપી જેલ હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા શહેરના નૂતનનગરમા રહેતા લાલજી કરશન ચૌહાણ વિરુદ્ધ તેની પત્ની એ પોલીસ કેસ કર્યો હતો અને આ કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે ભરણપોષણ ની રકમ દર મહિને ચુકવવા હુકમ કર્યો હતો પરંતુ આ રકમ ન ચુકવતા કોર્ટે આરોપી લાલજી ને સજા ફટકારી હતી જેમાં થોડા સમય પૂર્વે આ પાક્કા કામનો કેદી જામીન મુક્ત થયો હતો અને જામીન અવધિ પૂર્ણ થયે ફરી જેલમાં હાજર થયો ન હતો અને સતત ઠેકાણા બદલી નાસતો ફરતો હોય આ અંગે જિલ્લામાં પેટ્રોલિંગ પર રહેલ એલસીબી ની ટીમને માહિતી મળી હતી કે આરોપી લાલજી મહુવા શહેરના પ્રવેશદ્વારે આવેલ નેસવડ ચોકડી પાસે ઉભો છે આથી ટીમે સ્થળપર પહોંચી આરોપી ની અટક કરી ખરાઈ કરી મહુવા પોલીસને હવાલે કરતાં પોલીસે જેલ માં મોકલી આપ્યો હતો.

Previous articleકોરોનાના કારણે ઘંઘા રોજગાર બંધ થયેલ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અંધ અભ્યુદય મંડળે અનાજકીટનું વિતરણ કર્યું
Next articleભાવનગર-તળાજા હાઈવે પર ધારડી ગામનાં પાટીયા પાસેથી ૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો