સિહોરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ કૅમ્પસ, સંસ્કૃતિ સ્કૂલમાં ધોરણ ૬થી ૮ના વર્ગો સરકારની ગાઈડલાઇન પ્રમાણે રાબેતા મુજબ શરૂ થયા હતા.
કોરોનાના કપરા કાળમાં બાળકોના સ્વાસ્થ્યના જોખમના કારણે ઘણા સમયથી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ હતું, જે સરકારની ર્જ સાથે આજે શાળાઓમાં ૬થી ૮નું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. સંસ્કૃતિ સ્કૂલમાં બાળકોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બહેનો દ્વારા બાળકોને સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયું, બાળકોને બહારથી જ થર્મલગનથી ટેમ્પરેચર માપી તેમજ સૅનેટાઇઝર થી હાથ સાફ કરી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના સંચાલક પી કે મોરડીયા દ્વારા બાળકોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. શાળામાં ૫૦ ટકા બાળકો સાથે, એક બેન્ચમાં એક વિદ્યાર્થીને બેસાર્યા હતા. બાળકોને પણ ઘણા લાંબા સમય પછી શાળામાં આવતા આનંદ થયો હતો. શિક્ષકોમાં પણ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.