ઉમરાળા ગામે ખીજડા બજાર, ગોપાલવાડી, સીતારામનગર દેવીપૂજક વાસ, વાલ્મીકિ વાસ,અમન સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી તેનાં કાયમી ઉકેલ લાવવા માટે ખાસ અનભૂતની ગ્રાન્ટ અને લોક ફાળો એકત્ર કરી ટાંકી બનાવવાના કામનુ ધારાસભ્ય આત્મારામ પરમારના વરદ હસ્તે ઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ઘાંચી સમાજની વાડી ખાતે ધારાસભ્ય,તાલુકા પંચાયત પ્રમુખ, તા.ઉપપ્રમુખ, અધિકારી,ચેરમેન,પદાધિકારી,સહિત ગામના આગેવાનો તેમજ આમંત્રિત મહેમાનોનુ ઉમરાળા ગ્રામ પંચાયત બોડી દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ ધારાસભ્ય આત્મારામ પરમારે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતુ ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત સરપંચ પતિ જીતુભા વાળા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પુણ જાહેર કરવામાં આવ્યો હતો.