ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની શહેરમાં આસ્થાભેર ઉજવણી

133

ભાવનગર જૈન સમાજ એક જ છત નીચે આજે કલ્યાણક ઉજવવામાં આવ્યું હતું સવારથી જ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવા માટે હર્ષ અને થનગનાટ અનુભવતો હતો
જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણના પાંચમા દિવસે મહાવિર જન્મકલ્યાણકની શહેરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. દાદા સાહેબ દેરાસર ખાતે એક છત નીચે કરવામાં આવેલી મહાવીર જયંતીની ઉજવણીમાં સવારથી જૈન સમાજ ભાવવિભોર બન્યો હતો. પ્રભુવીરની માતા ત્રિશલા દેવીને ગર્ભમાં પ્રભુ પધારતા જ જે ૧૪ સ્વપ્ન જોયા હતા તે સ્વપ્ન ના સુપન ના દર્શન પણ આજે જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા.જેના દર્શન નો ;લાભ હજારો ભાવિકોએ લીધો હતો. પ્રભુવીર ની માતા ને પ્રથમ સ્વપ્ન માં સિંહ ને જોતા જ પુત્ર સુરવીર અને પરાક્રમી બનશે તેવી જ રીત રીતે હાથી ,ઋષભ, શ્રીદેવી, પુષ્પમાળા , ચંદ્ર ,સૂર્ય,ધ્વજ,પૂર્ણ કળશ ,પદ્મ સરોવર,સમૂહ દેવીમાંન રત્ન નો રાશી,નિર્ધૂમ અગ્નિ જેવા ૧૪ મહા સ્વપ્નો જોયા હતા.આ સ્વપ્ન ના આધારે પુત્રબાળ કેવા પ્રકાર નો થશે તે કહી શકાય છે.આવા ઉતમ સ્વપ્ન ને તો કોઈ ચક્રવર્તી કે તીર્થકર નો જન્મ થવાનો હોય તો જ આવે.આવનાર બાળક સિંહ સમાન શુરવીર ,પરાક્રમી શ્રીદેવી જેવા સ્વપ્ન હી તીર્થંકર અને સમશ્રુધી ને પ્રાપ્ત કરનાર થશે .આવી રીતે ચૌદ ચૌદ સ્વપ્નો જુદા-જુદા ગુણો ધરાવે છે.આવા ઉતમ સ્વપ્ન આપણા જેવા સામાન્ય માણસ ને આવે જ નહિ. એતો તીર્થંકર ની માતા ને જ આવે.અને આવી માતા ને જયારે સ્વપ્ન આવે છે ત્યારે ત્રણ લોક ના નાથ નો જન્મ થાય છે અને શાસન તેને સફળ બનાવે છે.

અહિંસા પરમોધર્મ નું વાક્ય આપનાર જૈન ધર્મ માં ચોવીસ માં તીર્થકર મહાવીર સ્વામી ભગવાન ના જન્મ આજે ખુબજ હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો.મહારાજ સાહેબ ના વ્યાખ્યાન માં ભગવાન મહાવીરે જયારે જન્મ લીધો ત્યારે કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું તેનો ઉલ્લેખ થતા લોકો ની આંખો નમઃ બની ગઈ હતી.અને જેવો ભગવાન મહાવીરે જન્મ લીધો તેવું મહારાજ સાહેબે કહેતાજ તુરત જ ઘંટનાદ થયો હતો,થાળી વગાડી ને તથા કંકુ ના થાપા મારી ને પ્રભુ ને ચાંદી ના પારણે સુવરાવવા માં આવ્યા હતા.લોકો એ શ્રીફળ વધેર્યા હતા.એકબીજા ને ભેટી ને ભગવાન ના જન્મ ને વધાવ્યો હતો ભાવનગર ની અનેરી પરંપરા ને લઈ ને શ્રીફળ પૌવા અને સાકર નો પ્રસાદ એકબીજા ને પરાણે મોઢા માં મુક્યો હતો.સતત એક કલાક સુધી લોકો પ્રભુમય બની તેનો જન્મ વધાવવા તન્મય બની ગયા હતા. પ્રભુ ના જન્મ બાદ તેને વાજતે ગાજતે આદેશ લેનાર ના ઘરે સકલ સંઘ સાથે પ્રભુ ને વરઘોડા માં ફેરવી આદેશ લેનાર પરિવાર ના ઘરે સોના ચાંદી ના ઘોડિયા માં પધરાવા માં આવ્યા હતા. અને પ્રભુ ના જન્મ ને વધામણા રૂપે મંગલ ગીતો સાથે ભાવના ભાવવા માં આવી હતી.આમ ત્રણ જગત ના નાથ ની પ્રભુ મહવીર ના સંદેશ ને અહિંસા પરમો ધર્મ ના વિચાર સાથે જૈનો અને જૈનેતર દ્વ્રારા ખુબજ ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

Previous articleસિંધૂ બોર્ડર ખોલાવવાની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી
Next articleભાવનગર ટર્મિનસ સ્ટેશન પરATVM સુવિધાની શરૂઆત