મહાનગર પાલિકાની ફુડ શાખાના અધિકારીઓએ શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી લારીઓ, પાર્લર અને ફેક્ટરીઓ પર ચેકિંગ હાથ ધર્યુ હતું. ચેકિંગ દરમિયાન તંત્ર દ્વારા ૩૦૦ કિલો અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં સડેલા બટાટા, ચણા, ઉપરાંત બરફ, કેરીનો રસ સહિતની ખાદ્યવસ્તુઓનો સમાવેશ થાય છે. આ મામલે તંત્ર દ્વારા કેટલીક ફેક્ટરીના સંચાલકોને નોટિસ પણ આપવામાં આવી છે ઉપરાંત સ્વચ્છતા જાળવવા પણ સુચના આપવામાંઔઆવી છે.
તંત્ર દ્વારા પ્રથમ આઇસ્ક્રીમ, પાણીપુરી અને સરબત વેચતી લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ઘ ચાર પાસે આવેલા દર્શન ડીસ્શ ગોળા, મન મોહન ડીશ ગોળા, શક્તિ આઇસ ડીશ ગોળા, ખુશ્બુ આઇશ ડીશ ગોળા, કર્ણવતી દાબેલી તથા સેક્ટર-૨૧માં આવેલ મુન્ના પકોડી સેન્ટર પર ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ચેકિંગ દરમિયાન તંત્ર દ્વારા બરફ, ક્રીમ તેમજ ૫૦૦ ગ્રામ ચોકલેટ સરબત, ઓરેન્જ ચાસની સરબત, એક કિલો કાલાખટ સરબતનો નાશ કરવામા ં આવ્યો હતો. તપાસ દરમનિયાન આ જથ્થો અખાદ્ય હોવાનું જણાયુ હતું. કુલ ૩૬ લારીઓ પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ૧૨૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફુડ શાખા દ્વારા ૧૪ સ્થળેથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેમાં સેક્ટર-૧૧ સ્થિત લેમીનો એગ્રો ઇન્ડયા પ્રાઇવેટ લીમીટેડ, રાજ સેલ્સ, ગાંધીનગર હોસ્પિટાલીટી પ્રા. લીમીટેડ, ન્યુ જનતા ડેરી પાર્લર, જય અંબે દુધ ધાર, ક્વોલિટી રસ કોર્નર, મહાકાળી ફુડ વર્ક્સ, કોન્ટ્રાસ્ટ આઇસ્ક્રીમ પ્રા. લીમીટેડ, ધ ગ્રાન્ડ ભગવતી હોટલ, ભોઇ સુભાષકુમાર , પટેલ ફુડ પ્રોડક્સ, તથા શ્રીનાથજી ગાંઠિયા રથનો સમાવેશ થાય છે. અહિથી લેવામાં આવેલા સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
જ્યારે સેક્ટર-૨૬ સ્થિત ક્રિષ્ણા આઇસ્ક્રીમ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્થલે એપ્રોન ટોપી પહેરવાની સુચના આપી છ લીટર દુધનો નાશ કરવામાં આવ્યો હતો.
જ્યારે સેક્ટર-૨૫ સ્થિત જીઆઇડીસીમાં આવેલ કોન્ટ્રાસ્ટ આઇસ્ક્રીમ, રીપ એન્ડ રીચ આઇસ્ક્રીમ, રાધે આઇસ્ક્રીમ, રિધ્ધી આઇસ્ક્રીમ, ઉમિયા ડેરી, તથા જલારામ આઇસ ફેક્ટરીમાં પાસ કરીને કુલ ૧૬૧ અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત પૈકી કેટલીક ફેક્ટરીઓના સંચાલકોને સ્વછતા જાળવવા તેમજ એપ્રોન ટોપી પહેરવાની પણ સુચના આપવામાં આવી હતી.