ભગવાન શિવ-શક્તિના સંયુક્ત ઉપાસનાનું પર્વ એટલે ‘કેવડા ત્રીજ’ ભગવાન શિવપાર્વતીજીને કેવડાના પત્ર દ્વારા વિશેષ પુજા અર્ચન કરી પારિવારિક શાંતિ સમૃધ્ધી સાથે દિર્ઘ આયુની કામનાઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી તો બીજી તરફ કેવડાત્રીજના વ્રત ધારી મહિલાઓએ સમુહમાં એકથા થઈ વ્રત સબંધી કથા-વાર્તા સાથે ત્રીજ પર્વની ઉજવણી કરી હતી.