અભિનેત્રી દિશા પટનીએ વીડિયો શેર કર્યો

139

મુંબઈ,તા.૯
એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક નવું પોસ્ટ કરી ફેન્સને એન્ટરટેઇન કરનારી એક્ટ્રેસ દિશા પટની તેની અદાઓથી છવાયેલી રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ ઇમેજીસ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેનાં ચાહકો પણ તેનાં આ ફોટા અને વીડિયોને જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ બનાવીદે છે. સોશિયલ મીડિયાની રાણી ગણાતી તેમજ ’બિચ બેબી’ તરીકે ઓળખાતી દિશા પટનીએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની કાતિલાના અદાઓ જોવા મળી રહી છે. દિશા પટનીએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોત જોતામાં વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં તેણે વ્હાઇટ કલરનો સેક્સી શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબજ બોલ્ડ નજર આવી રહી છે. દિશાએ આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ’અબ્સ્યોલૂટ સ્મોક શો’ આ તસવીર પર ફેન્સ ફાયરની ઇમોજી લગાવી રહ્યાં છે. તો ક્રિષ્ના શ્રોફે પણ આ તસવીર પર રિએક્શન આપ્યું છે. તેણે હાર્ટ શેપની ઇમોજી અને ફાયરની ઇમોજી શેર કરી છે. દિશા આ તસવીરમાં ઘણી જ હોટ લાગી રહી છે. કમેન્ટ્‌સની વાત કરીએ તો આ વીડિયો પર લાઇક્સ અને કમેન્ટ્‌સની ભરમાર છે. અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ લાઇક્સ આ વીડિયો પર આવી ગઇ છે. કમેન્ટની વાત કરીએ તો, મોટા ભાગનાં યુઝર્સે લખ્યું છે, આગ લગા દી તો એક યૂઝરે લખ્યું છે આને કહેવાય ફિગર અન્ય એક યૂઝર લખે છે, તારી અદાઓ. વેલ આ પહેલી વખત નથી કે, દિશાએ તેનો વીડિયો શેર કર્યો હોય અને ફેન્સ તેનાં કાયલ થઇ ગયા હોય. આવું પહેલાં પણ ઘણી વખત બની ગયુ છે દિશા જેમ તેની તસવીરો અને વીડિયો શેર કરે છે તે જોત જોતામાં વાયરલ થઇ જાય છે અને ફેન્સ તેનાં દિવાના થઇ જાય છે.

Previous articleરાણપુરમાં મહાવીર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની આસ્થાભેર ઉજવણી કરાઇ
Next articleયુએઈની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે અને તેથી જ અશ્વિનની પસંદગી કરવામાં આવી