ટીંબી ગામે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ

744
BVN2642018-1.jpg

ટીંબી ગામે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી વન વિભાગ તથા ગર્વમેન્ટ હાઈસ્કુલ ટીંબી દ્વારા કરવામાં આવી. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સામાજીક વનીકરણ વિભાગ અમરેલીના નાયબ વન સંરક્ષક ડો.સક્કિરા બેગમ રાજુલા આરએફઓ તથા ટીંબી રાઉન્ડના ફોરેસ્ટ બી.એમ. બારૈયા તથા ફોરેસ્ટ ગાર્ડ એલ.આર. વાઘેલા તેમજ સામાજીક વનીકરણ રેન્જ રાજુલાના તમામ ફોરેસ્ટ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ સ્થાનિક આગેવાનો કરણભાઈ પટેલ, ટીંબી ગામના માજી સરપંચ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલભાઈ લહેરી તથા ડુંગર હાઈસ્કુલના પ્રકૃત પ્રેમી પ્રવિણભાઈ ગોહેલ, સરકારી હાઈસ્કુલના આચાર્ય, શિક્ષક ગણ તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધેલ.
ટીંબી ગામમાં સવારે ૮ થી ૧૦ કલાકે પ્લાસ્ટિક કચરો દુર કરવાની કામગીરી કરવામાં આવેલ અને વન વિભાગ દ્વારા કુમાર શાળા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ (સાવજ સાટુ સાબદા) બતાવવામાં આવેલ ત્યારબાદ ટીંબી હાઈસ્કુલ અને કુમારશાળાને વન વિભાગની ઈકો ડેવલપમેન્ટ યોજના હેઠળ સોલાર, આરો પ્લાન્ટ અને એલસીડી પ્રોજેક્ટરની ફાળવણી કરવામાં આવેલ. આ ઉપરાંત આ જ સ્કીમમાંથી ટીંબી ગામમાં પ૮ સોલાર સ્ટ્રીટલાઈટ લગાવવા આવેલ છે અને ટીંબી ગામના બીપીએલ કાર્ડ ધારક ર૬ મહિલાઓને સિલાઈ મશીનની ફાળવણી કરવામાં આવેલ. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ ઈકો લોજીકલ સંવેદનશીલ વિસ્તારમાં આવેલ હોવાથી ગુજરાત સરકાર વન વિભાગની વિવિધ યોજના દ્વારા આગામી સમયમાં ટીંબી ગામમાં લાંબા ગાળાનો વિકાસ થાય અને ગામને પ્રદુષણ રહિત અને પ્લાસ્ટીક મુક્ત કરવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

Previous articleસિહોરના ગાંધારી આશ્રમમાં ઘાસચારાની અછત : અબોલ પશુ માટે મદદની અપીલ
Next articleનંદકુંવરબા કોલેજ ખાતે મ્યુઝીકલ કાર્યક્રમ સાથે ફેરવેલ પાર્ટી યોજાઈ