અલંગ શીપ યાર્ડમાં સૌ પ્રથમવાર લેડી કેપ્ટન સોફિયા જહાજ લઇને આવ્યા

151

વિશ્વ વિખ્યાત અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની સ્થાપના સન ૧૯૮૩માં થઇ હતી. ૩૮ વર્ષના અંદાજે ૮ હજાર ઉપર જહાજ ભાંગવા માટે આવ્યા છે. તેમાં સૌ પ્રથમ વખત લેડી કેપ્ટન જહાજ લઇને આવ્યા છે. અલંગ યાર્ડમાં શીપ બીચ કરવામાં થોડી મંઝવણ અને મુશ્કેલી હતી પરંતુ સ્થાનિક પાયલોટના સહકારથી શીપ બીચ થયા હોવાનું લેડી કેપ્ટન સોફીયાએ જણાવ્યું હતું.
અલંગ જેવો કરંટ રર વર્ષની કારકીર્દીમાં પ્રથમ વખત અનુભવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૬૩માં ગત તા.૯ સપ્ટેમ્બરના બીચ થયેલા ૨૫૫૫૩ મે.ટનના ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઇને સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક લઇને આવી છે. જહાજમાં ભાગ્યેજ લેડી કેપ્ટન જોવા મળે છે, તે પૈકીની સોફિયા એક છે. અત્યારસુધીની કારકીર્દિમાં જહાજને લોડિંગ-અનલોડિંગ માટે લઇ જવાનો સોફિયા લૂન્ડમાર્કને ગહન અનુભવ છે, પરંતુ જહાજને દરિયાકાંઠે લઇ આવવા (બીચિંગ)નો પ્રથમ અનુભવ હતો. તેણીના જણાવ્યા પ્રમાણે સ્થાનિક શોર પાયલોટ પૂર્વજીતસિંહ સરવૈયાની મદદ વિના અશક્ય લાગતુ હતુ, તે પોતાના કાર્યમાં કુશળ હતા અને જહાજની સ્પીડ, દીશા, કરન્ટ સહિતની બાબતોથી સતત માર્ગદર્શન આપી રહ્યા હતા અને જહાજને કિનારે લાવવા માટે તે શું કરી રહ્યા છે તેની તેઓને ચોક્કસ દિશામાં જ્ઞાન હતુ, એકદમ પ્રોફેશનલ શોર કેપ્ટન હતા.

Previous articleરાણપુરના ખસ ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે
Next articleકર્ણાવતી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારીની બેઠક યોજાઈ