ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા બી.કોમ. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિદાય આપવા માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ વિદાય સમારંભમાં શહેરના શિક્ષણવિદ્દ કલ્પેશભાઈ ધોળકીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીનીઓને શહેરના તજજ્ઞો દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આગળ અભ્યાસ અને નોકરી, સામાજીક જીવનમાં આવનારી જવાબદારી તેમજ જીવનના પડકારોના સામનો સફળતાપૂર્વક કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ ફેરવેલ પાર્ટી અને વિદ્યાર્થીનીઓના અનુભવ બાદ શહેરના જાણીતા મ્યુઝીશીયન જગતભાઈ ભટ્ટના સંગીત સંચાલન હેઠળ ગીત-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુના અને નવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કોલેજની પરંપરા અનુસાર જુનીયર વિદ્યાર્થીનીઓ દ્વારા સિનિયર વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી.