ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દુનિયામાં મેલેરિયા નામના મહારોગની વ્યાધીથી લોકો જીવ ગુમાવે છે. આ રોગ બાબતે લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે અને આ રોગ ઝડમૂળમાંથી નાબુદ થાય તે હેતુસર મેયર નિમુબેન બાંભણીયા, મ્યુ.કમિશ્નર ગાંધી, અર્બન મેલેરિયા વિભાગ તથા મહાપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેલી યોજી લોકજાગૃતિનો સંદેશ પ્રસારિત કર્યો હતો.