ફાયરબ્રિગેડના જવાનોએ અદ્યતન સાધનોની મદદથી શોધખોળ હાથ ધરી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના થોરાળા ગામે આવેલ તળાવમાં નાની હોડી લઈને નિકળેલા ચાર વ્યક્તિ ઓ જેમાં બે વન વિભાગના કર્મચારીઓ પણ હતાં જેમાં આ હોડી-“ત્રાપો” તળાવમાં પલ્ટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તરતા આવડતું હોય એવાં બે વ્યક્તિ તરીને તટપર પહોંચી ગયા હતા જયારે વન કર્મીઓ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા જેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા મગન જગા મકવાણા તથા મેરામ દાસુભાઈ વાઘોશી તથા હરેશ ભાણા નાગસ અને હોડી માલિક તથા થોરાળા ના પૂર્વ સરપંચ શ્યામજી ભાણા ડાભી ગઈ કાલે બપોરે ગામનાં તળાવમાં હોડી લઈને ઉતર્યા હતાં જેમાં તળાવ મધ્યે પહોંચતા હોડી અચાનક પલ્ટી જતાં ચારેય વ્યક્તિ પાણી માં ડૂબવા લાગ્યાં હતાં પરંતુ હરેશ તથા શ્યામજી ને તરતા આવડતું હોય આ બંને શખ્સો તરીને કાઠે પહોંચી ગયા હતા પરંતુ મગન તથા મેરામણ ઊંડા પાણી માં ગરકાવ થઈ જતાં સિહોર પાલિતાણા તથા તળાજા ફાયરબ્રિગેડનો સ્ટાફ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી પરંતુ અંધારું થઈ જતાં કામગીરી અટકાવાઈ હતી અને વહેલી સવારે ફરી બંને હતભાગીઓ ની તપાસ શરૂ કરી હતી પરંતુ સફળતા ન મળતાં ભાવનગર ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘોઘા ના કુશળ તરવૈયા ઓ સાથે પહોંચી ગયા હતા અને સઘન શોધખોળ હાથ ધરી હતી જેમાં મોડી સાંજે મગન જગા મકવાણા ની લાશ મળી આવતાં પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી હતી તથા તંત્ર દ્વારા બીજી લાશ માટે શોધખોળ શરૂ રાખવામાં આવી હતી.