અભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક જ સમયમાં લગ્ન કરશે

107

મુંબઈ,તા.૧૩
એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાની પર્સનલ લાઈફને કારણે ખાસ્સી ચર્ચામાં રહે છે. અંકિતા અને તેના બોયફ્રેન્ડ વિકી જૈનનો સંબંધ જગજાહેર છે. ચર્ચા છે કે આ કપલે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. જોકે, લગ્નની તારીખ વિશે એક્ટ્રેસ કંઈ જ બોલવા તૈયાર નથી. હાલમાં જ અંકિતા લોખંડેના કો-એક્ટર શહીર શેખે તેના લગ્ન વિશે વાત કરતાં કે ચોંકી ગઈ હતી. શહીર શેખ અને અંકિતા લોખંડે સીરિયલ ’પવિત્ર રિશ્તા ૨.૦’માં જોવા મળે છે. આ શોની બીજી સીઝનમાં શહીર શેખે સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતની જગ્યા લીધી છે. હાલમાં જ શહીર અને અંકિતા આ શો વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન જ શહીરે અંકિતાના લગ્નનું રહસ્ય છતું કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક ઈન્ટરવ્યૂમાં અંકિતા લોખંડને પૂછવામાં આવ્યું કે, ’પવિત્ર રિશ્તા ૨.૦’ પૂરું થયા પછી તે શું કરશે? ત્યારે એક્ટ્રેસે હસીને કહી દીધું કે કંઈ નહીં કરે. ત્યારે શહીરે પોલ ખોલતા કહ્યું, ’કમ ઓન, તું લગ્ન કરવાની છે. આ સાંભળીને અંકિતા લોખંડે એકદમ ચોંકી ગઈ અને તેણે શહીર શેખને ચૂપ રહેવાનું કહ્યું. ચૂપ રહે શહીર, તું ગાંડો છે? ચૂપ રહે, ચૂપ રહે એવું કંઈ નથી.” અંકિતાના મોંમાંથી નીકળેલા આ શહ્‌દો સાંભળીને શહીરને અહેસાસ થયો કે તેણે ભૂલ કરી છે. શહીરે વાત વાળી લેતા કહ્યું, ’મને આ વાતની કંઈ ખબર નથી.’ જે બાદ અંકિતાએ ફરી કહ્યું, “આ શો પછી હું બીજું કંઈ નથી કરી રહી. ફેબ્રુઆરીમાં કંઈક નવું શરૂ કરવાનો વિચાર છે. જણાવી દઈએ કે, અંકિતા લોખંડે છેલ્લા ત્રણ વર્ષથી વિકી જૈનને ડેટ કરી રહી છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે. આ વર્ષે જ એક ઈન્ટરવ્યૂમાં અંકિતાએ કહ્યું હતું, “દરેક યુવતીની જેમ હું પણ સુખદ લગ્નજીવનની કામના કરું છું કારણકે લગ્ન સુંદર વસ્તુ છે. હું મારા લગ્ન માટે ખૂબ ઉત્સાહિત છું અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છું. મને જયપુર-જોધપુરમાં થતાં લગ્ન બહુ ગમે છે. પરંતુ મેં હજી લગ્નની તૈયારી શરૂ નથી કરી. વિકી જૈન પહેલા અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. બંનેની મુલાકાત સીરિયલ ’પવિત્ર રિશ્તા’ના સેટ પર થઈ હતી અને અહીં જ પ્રેમ પાંગર્યો હતો. જોકે, ૨૦૧૬માં અંકિતા-સુશાંતનું બ્રેકઅપ થયું હતું. જૂન ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું હતું.

Previous articleઉદયપુરની પ્રખ્યાત આર્ટ ગેલેરી bagore ki haveli ખાતે આજરોજ ગ્રુપ શોનું આયોજન કરાયું
Next articleટી-૨૦ વર્લ્ડકપ બાદ રોહિત શર્મા કેપ્ટન બની શકે છે