અમદાવાદથી ધારી જતી બસમાં આગ લાગી, ૪૭ મુસાફરોનો ચમત્કારીક બચાવ

127

બોટાદ જિલ્લાના ઢસા ગામ પાસે શોર્ટ-સર્કિટના કારણે બસ સળગી ઉઠીફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદથી અમરેલી જિલ્લાના ધારી જવા નિકળેલી એસ.ટી બસ બોટાદ જિલ્લાના ઢસા ગામ પાસે મોડી રાત્રે એકાએક સળગી ઉઠી હતી. જેથી ચકચાર મચી હતી. જોકે, ડ્રાઈવર અને કંન્ડકટરની સમય સુચકતાને પગલે બસમાં સવાર ૪૭ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો.આગ લાગવાથી બસ બળીને ખાકભાવનગર-રાજકોટ હાઈવે પર ઢસા ગામ નજીક આ ઘટના બની હતી. જે અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ ડેપોની અમદાવાદ-ધારી રૂટની બસ નિયત ક્રમ મુજબ ગઈકાલે રાત્રે અમદાવાદથી ધારી જવા રવાના થઈ હતી.
આ બસ બોટાદ જિલ્લાના ઢસા ગામ નજીક પહોંચી હતી, એ દરમિયાન બસના ઈલેક્ટ્રિક વાયરીંગમાં શોર્ટ-સર્કિટને પગલે સ્પાર્ક થતાં આગ લાગી હતી. જે ગણતરીની મિનિટમાં ડ્રાઈવર ચેમ્બરથી લઈને સમગ્ર બસમાં પ્રસરી હતી. ત્યારે ડ્રાઈવર-કંન્ડકટરે બસમાં સવાર ૪૭ મુસાફરોને જગાડી બસમાંથી નિચે ઉતારી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો સતત છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરાઈઆ ઘટનાને પગલે મુસાફરો ભયભીત થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે ડ્રાઈવરે મુખ્ય કંટ્રોલરૂમને જાણ કરાતાં અધિકારીઓએ નજીકના એસટી ડેપોમાંથી બીજી બસ ઘટના સ્થળે મોકલી મુસાફરોને ધારી બસ સ્ટેન્ડ સુધી પહોંચાડયાં હતાં. આ અંગે ઢસા પોલીસે સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી.

Previous articleરામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો આજથી પ્રારંભ, વાજતે-ગાજતે નેજાયાત્રા નીકળી
Next articleસૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયેલા વિસ્તારોને સહાય જાહેર કરવા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી