સેન્સેક્સમાં ૪૭૬ પોઈન્ટનો ઊછાળો, નિફ્ટી રેકોર્ડ સ્તરે

126

ટેલિકોમ, આઈટી, પાવર, યૂટિલિટી સેક્ટરમાં તેજી : સેન્સેક્સ પર અત્યાર સુધીમાં ટોચના લાભ મેળવનારી કંપનીઓ એનટીપીસી, ભારતી એરટેલ, ટાઈટનનો સમાવેશ
મુંબઈ, તા.૧૫
બુધવારે શેરબજાર બુમ પર રહ્યું. સેન્સેક્સે ૪૭૬ પોઈન્ટની રેલી બનાવતા ૫૮૭૨૩ પોઈન્ટ પર નવો રેકોર્ડ બનાવતા બજાર બંધ થયું. તો વળી નિફ્ટી ૫૦એ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. એનટીપીસી સૌથી વધુ સાત ટકા ચઢ્યું. બીજી બાજુ ટેલિકોમ સેક્ટરને રાહતના સમાચારથી ભારતી એરટેલના શેર બીજા નંબર પર રહ્યા. એમાં સાડા ચાર ટકાનો ઊછાળો આવ્યો હતો. તો વળી એક્સિસ બેન્કના શેર સૌથી વધુ ૦.૩૮ ટકા તૂટ્યો. નિફ્ટી ૫૦ તેના નવા રેકોર્ડ ૧૭,૫૧૯ના સ્તરે બંધ થયો. એમાં આશરે એક ટકાનો ઊછાળો આવ્યો. ટેલિકોમ, આઈટી સેક્ટર, પાવર અને યૂટિલિટી સેક્ટરની કંપનીઓના શેર શાનદાર રીતે ઉપર ચઢ્યા હતા. આ પહેલાં દિવસ દરમિયાન પ્રમુખ ભારતીય ઈક્વિટી સૂચકાંકને બુધવાર સવારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી ૫૦ની સાથે એક નવી ઊંચાઈ પર કારોબાર કરતા પોઝિટીવ નોટ પર કારોબાર કર્યો તેમે ૧૭,૪૫૮.૮૦ પોઈન્ટનો નવો રેકોર્ડ સ્તરે સ્પર્શ્યો. સવારે આશરે ૧૦.૩૦ વાગે નિફ્ટી ૧૭,૪૫૬.૦૫ પર કારોબાર કરી રહ્યો હતો જે તેના છેલ્લા બંધ ૧૭,૩૮૦ પોઈન્ટથી ૭૬.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધુ હતો. બીએસઈ સેન્સેક્સ ૫૮,૫૧૪.૧૨ પર કારોબાર કરી રહ્યો હતો જે તેના છેલ્લા બંધ ૫૮,૨૪૭.૦૯થી ૨૬૭ પોઈન્ટ અથવા ૦.૪૬ ટકા વધુ હતો. આ ૫૮,૩૫૪.૧૧ પર ખુલ્યો અને અત્યાર સુધીમાં ૫૮,૫૧૪.૦૪ના ઈન્ટ્રા ડે હાઈ તથા ૫૮,૨૭૨.૮૨ના નીચલા સ્તરે સ્પર્શી ચૂક્યો છે. દૂરસંચાર અને ઓઈલ તથા ગેસના શેરોના નેતૃત્વમાં સમગ્ર બોર્ડમાં વૃધ્ધિ થઈ છે. સેન્સેક્સ પર અત્યાર સુધીમાં ટોચના લાભ મેળવનારી કંપનીઓ એનટીપીસી, ભારતી એરટેલ અને ટાઈટનનો સમાવેશ થાય છે જ્યારે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને નેસ્લે ઈન્ડિયામાં ગિરાવટ નોંધાઈ હતી. મંગળવારે ત્રીસ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૬૯.૩૩ પોઈન્ટ એટલે કે ૦.૧૨ ટકાના વધારા સાથે ૫૮,૨૪૭.૦૯ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૪.૭૦ પોઈન્ટ એટલે કે ૦.૧૪ ટકાની તેજી સાથે ૧૭,૩૮૦ પોઈન્ટની રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો હતો.

Previous articleપાક.ના ટેરર કેમ્પમાં બે આતંકીને તાલીમ મળી હતી
Next articleજીતુભાઈ વાઘાણી, આર.સી. મકવાણાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા કાર્યાલયે ખાતે આતશબાજી કાર્યક્રમ યોજાયો