શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે સવારના સમયે વિશાળ વૃક્ષ રોડ પર તુટી પડતા થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર સ્થગિત થઈ જવા પામ્યો હતો અને ટ્રાફીક જામ થયો હતો આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તથા મહા. પા.ના ગાર્ડન વિભાગને થતા બંન્ને વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝાડ હટાવી રોડ ખુલ્લો કર્યો હતો.