શહેરના સિંધુનગર વિસ્તાર માથી દારૂ-બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લેતી પોલીસ

160

દારૂ-બિયર,સ્કૂટર મોબાઈલ મળી કુલ રૂ,૨,૬૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો
ભાવનગર શહેરના બી ડીવીઝન પોલીસની ટીમે શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંકી મકાનમાં દરોડો પાડી પરપ્રાંતિય શરાબ તથા બિયરના જથ્થા સાથે દારૂ-બિયરનુ વેચાણ કરતાં બે બુટલેગરોની કુલ અઢી લાખ રૂપિયા ના મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં દારૂ, જુગાર સહિતની બદ્દીઓ કડક હાથે ડામી દેવા માટે તંત્ર કટીબદ્ધ હોય જે અંતર્ગત બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના જૂના સિંધુનગર વિસ્તારમાં બે શખ્સોએ આવનાર વિવિધ તહેવારો ને લઈને પરપ્રાંતિય શરાબ-બિયરનો મોટો જથ્થો ઉતાર્યો છે અને હાલમાં ગેરકાયદે વેચાણ પણ કરી રહ્યાં છે જે બાતમી આધારે ટીમે જૂના સિંધુનગર વિસ્તારમાં સંત ત્રિલોકરામ મંદિર ની બાજુમાં આવેલ શેરીનં-૧ રૂમનં-૨૭ માં રેડ કરતાં ઇંગલિશ દારૂ-બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો અને સ્થળપર વેચાણ તથા સંગ્રહ કરતાં બે બુટલેગરો જેમાં સાગર મોહન પીંજાણી ઉ.વ.૨૮ તથા મનિષ વિરૂ હાસેજા ઉ.વ.૨૮ રે,બંને સિંધુનગર વાળા મળી આવતા ડી-સ્ટાફના જવાનોએ વિદેશી શરાબ-બિયર,બે મોબાઈલ, બે સ્કૂટર સાથે કુલ રૂ,૨,૬૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે બંને બુટલેગરો ની ધડપકડ કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એકટ્‌ હેઠળ ગુનો નોંધી આ શરાબ-બિયરનો જથ્થો કયાંથી મંગાવ્યો કેટલા સમયથી વેપલો કરતાં હતાં સહિતની બાબતો તપાસવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleએકાદશી નિમિત્તે સ્વામિનારાયણનો નૌકા વિહાર
Next articleજામનગરમાં ડુબતા પીતા-પુત્રને બચાવી લીધા પણ કોર્પોરેટર મહમદહુસેન સમા વીર ગતી પામ્યા