સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે મોટા ભાગના જળાશયોમાં નવાનીર આવ્યા છે અનેક જળાશયો છલકાય ગયા છે ત્યારે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા એવા ગૌરીશંકર સરોવર બોરતળાવમાં પણ પોણા જેટલા પાણીની આવક થઇ છે તેના કારણે બોરતળાવની સપાટી ૪૦ ફુટ નજીક પહોંચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોરતળાવ ૪૩ ફુટે ઓવરફ્લો થાય છે અને હવે છલકાવવામાં ત્રણેક ફુટ બાકી છે.