ઘોઘાના ઉખરલા ગામે બહેનોને ખાખરા બનાવવાની તાલીમ શરૂ

147

તા. ૧૭/૯ ના રોજ મહિલા સામખ્ય ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા ઘોઘા તાલુકાના ઉખરલા મહિલા સંઘ માં આર્થિક સ્વરોજગારી ના હેતુ ને ધ્યાન માં રાખી ને બહેનો માટે ખાખરા ની તાલીમ શરૂ કરવામાં આવી હતી આં તાલીમ ૬ દિવસ સુધી ચાલશે અને ૩૦ બહેનો આ તાલીમ માં જોડાયા હતા. એસ. બી. આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર દ્વારા આ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમનું આયોજન નિમિષા બેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ અને આ દિવસે શુભ ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને એસ. બી.આઇ.ગ્રા.સ્વ.તાલીમ કેન્દ્રના મેનેજર ગૌતમ ચોહાણ સાહેબ હાજર રહ્યા હતા અને હંસાબેન ચાવડાગોર તાલીમ ની માહિતી આપી હતી.

Previous articleશક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રીના મંડપનું ભાવભેર રોપણ
Next articleવડાપ્રધાનના જન્મદિને બહેનો દ્વારા હવન