વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૃતિ આવે તે અંગે માર્ગદર્શન શ્રેણીનું આયોજન

119

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક ભવન દ્વારા વિદ્યાર્થીઓ માં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૃતિ આવે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન શ્રેણીનું આયોજન ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડો? કલ્પાબેન માણેક ના માર્ગદર્શન હેઠળ આ શ્રેણી ચાલુ કરવામાં આવેલ છે જેમાં હાલમાં ખ્તજષ્ઠ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ભવન ના વિદ્યાર્થીઓના વ્યાખ્યાન રાખવામાં આવેલ છે.જેથી વિદ્યાર્થીઓને મોટીવેશન મળી રહે અને વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય નક્કી કરી. યોગ્ય દિશામાં યોગ્ય મહેનત કરે. તે માટે ભવન દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. આ શ્રેણી માં લેખકો અને વિષયના તજજ્ઞ તેમજ વિદ્વાનોના વ્યાખ્યાન પણ રાખવામાં આવશે .આજ દિન સુધીમાં ચાર વ્યાખ્યાનો પૂર્ણ થયેલ છે . આ શ્રેણીનું સંચાલન ભવનના પ્રોફેસર ડો. જીતેશ એ. સાંખટ કરે છે આ કાર્યમાં ભવનના ક્લાર્ક જયસિંહ ભાઈ પરમાર અને હેતલબેન ભૂત નું પણ મહત્વનુ યોગદાન રહેલ છે.

Previous articleભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો એકપણ કેસ ન આવતા રાહત, એક્ટિવ કેસની સંખ્યા ચાર પર યથાવત
Next articleભાજપ કિસાન મોરચા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મહાઆરતી