૧૭ સપ્ટેમ્બરના રોજ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિતે ગુજરાતમાં સૌ પ્રથમવાર બોટાદ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્રારા જિલ્લાના જુદા જુદા ૭૧ ગામોમાં ગાયત્રી યજ્ઞ તેમજ ભારતમાતાના પૂજનો કાર્યક્રમો કરવામાં આવેલ. જેમાં ગુજરાત સરકારના પૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ બોટાદ તાલુકાના, પાળીયાદ, લાઠીદડ તેમજ તાજપર ગામે ઉપસ્થિત રહયા હતા.તેમની સાથે બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી પોપટભાઈ અવૈયા, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત બોટાદ ના ચેરમેન અને જિલ્લા ભાજપ મંત્રી પાલજીભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વિનુભાઇ સોલંકી,મહામંત્રી ધર્મેન્દ્ર પરમાર,બોટાદ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતીના ચેરમેન સુમિતભાઇ પરમાર,બોટાદ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દેવજીભાઈ સોલંકી,તાલુકા ભાજપ મંડલ ના પ્રમુખ ભુપતભાઇ જાંબુકીયા,બોટાદ જિલ્લા ભાજપ એસ.સી. એમ.હીરાભાઈ ખાણીયા, પ્રવીણભાઈ હેરંભા સહિત હોદેદારો હાજર રહ્યા હતા.આ તમામ કાર્યક્રમો બોટાદ જિલ્લાના જુદા જુદા તાલુકા બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરના ગામડાઓમાં અનુસૂચિત જાતિ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા.