ગારિયાધાર તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ

136

ગઈ કાલે તા ૨૦-૯-૨૧ના ગારિયાધાર તાલુકા પંચાયતમાં ત્રણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્ર મોટીવાવડી, માનગઢ,વેળાવદર આરોગ્ય કેન્દ્રને આ એમ્બ્યુલન્સ અપૅણ થઈ. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ધારાસભ્યો પુંજાભાઈ વંશ, કનુભાઇ બારૈયા, કેશુભાઈ નાકરાણી, ઋત્વીકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ માજી ધારાસભ્ય કનુભાઈ કળસરિયા અને દિલીપસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં .ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા દ્વારા જણાવાયું હતું કે કોરોનામાં પુરતા સાધનો નહોતાં.એમ્બ્યુલન્સો પણ પુરતી ન હતી.આવનારા સમયમાં ત્રીજી લહેરની શક્યતા હોય ત્યારે આ ત્રણેય આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ આવતા લોકોને ખુબજ ઉપયોગી થશે.આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી પી.એમ. ખેની તથા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ કથીરિયાના સંકલનમાં થયો હતો.
કાયૅક્મનું સંચાલન વક્તા અને સફળ સંચાલક તખુભાઈ સાંડસુરે કર્યું હતું.

Previous articleખારસી વિસ્તારમાં રી ફીટીંગ બ્લોકનું ખાત મુહુર્ત
Next articleબોરતળાવ ખાતે બાલવાટિકામાંથી રાતોરાત જવાહર શબ્દ દૂર કરી દેવાયો