જૈનોના પવિત્ર એવા પર્યુષણ પર્વ નિમિત્તે વલ્લભીપુર શહેરમાં ઘેર ઘેર ફરીને તમામ જ્ઞાતિ-જાતિના લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ.પૂ.આચાર્ય જિનચંદ્રસાગરસૂરી મ.સા.તથા આચાર્ય ભગવંત હેમચંદ્ર સાગરસૂરી મ.સા.ના શિષ્ય રત્નશ્રી કૈલાસચંદ્રસાગર મ.સા. તથા ગણી સમ્યકચંદ્ર સાગર મ.સા. તથા નિરાગચંદ્ર સાગર મ.સા. તથા પૂ.સા. નિર્મલશીલા- આજ્ઞાલયાજી મ.સા આદિના ઉપદેશથી પર્વ પર્યુષણ તથા મહાવીર જન્મકલ્યાણક પ્રસંગે વલ્લભીપુર ગામમાં આશરે ૪૦૦૦થી ૪૫૦૦ જેટલા શુદ્ધ ઘીની મીઠાઈનાબોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા. માતૃશ્રી રંભાબેન ધનજીભાઈ વોરાના લાભાર્થે પ્રભાબેન રસિકભાઈ વોરા (વલ્લભીપુરવાળા) હાલ ભાવનગર વાળાના પરિવાર તરફથી વલ્લભીપુર જૈન સંઘના માર્ગદર્શન હેઠળ પ્રમુખ અરવિંદભાઈ વોરા, બીપીનભાઈ મહેતા, સન્ની શાહ, જય શાહ, વિરાગ શાહ, દર્શન ગાંધી, સમીર દોશી, વિમલ શાહ, વિવેક (કાનો), મીત વોરા સમકીત શાહ સહિતના લોકોએ આ વિતરણકાર્યમાં સહકાર આપ્યો હતો.