એચડીએફસી-એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કમાં ગિરાવટ જોવા મળી હતી
મુંબઈ, તા.૨૨
બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ શેરબજાર ગિરાવટ સાથે બંધ થયું. બુધવારે કારોબાર બંધ થવા પર બીએસઈનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૭૭.૯૪ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકા ગબડીને ૫૮,૯૨૭.૩૩ પર બંધ થયો. સેન્સેક્સની સાથે નિપ્ટી પમ ૧૫.૩૫ પોઈન્ટ એટલે કે ૦.૦૯ ટકા ગબડીને ૧૭,૫૪૬.૬૫ પર બંધ થયો હતો.
૩૦ શેરો વાળો બેન્ચમાર્ક સેન્સેક્સ બુધવારે ઊતાર-ચઢાવ બાદ લગભગ ૭૮ પોઈન્ટ નીચે બંધ થયો. સૂચકાંકમાં સામેલ એચડીએફસી અને એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક બેન્કમાં ગિરાવટ જોવા મળી. રોકાણકારો યૂએસ ફેડના નીતિગત નિર્ણયોથી પહેલાં સતર્ક થઈ ગયા હતા. સેન્સેક્સ પેકમાં એચડીએફસી એક ટકાથી વધુની ગિરાવટ સાથે સૌથી વધુ નકશાનમાં રહ્યો એ પછી નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક અને એચડીએફસી બેન્કનું સ્થાન રહ્યું હતું. તો વળી ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, એચસીએલ ટેક અને બજાજ ઓટો લાભ મેળવનારાની કંપનીઓમાં સામેલ છે. આજ રાતે યોજાનારી એફઓએમસીની મહત્વપૂર્ણ બેઠકના પરિણામો પહેલાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ એક દાયરામાં કારોબાર કર્યો. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (રણનીતિ) બિનોદ મોદીએ કહ્યું કે વૈશ્વિક બજારોમાં પણ યૂરોપીયન બજારોની સાથે મિશ્ર કારોબાર થયો જેમાં ઝડપથી ઊછાળો જોવા મળ્યો. તો વળી આજ સવારે કારોબાર શરૂ થતા સમયે સેન્સેક્સ વદારા સાથે ખુલ્યું હતું. બુધવારે સેન્સેક્સ તેજીની સાથે ૫૯,૧૬૬ પોઈન્ટ પર ખુલ્યું હતું. આ દરમિયાન એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિત બીજા શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ઉપરાંત નિફ્ટી પણ કારોબારની શરૂઆતમાં વધારા સાથે ખુલ્યો હતો. બુધવારે કારોબાર શરૂ થતા સમયે નિફ્ટી ૧૭,૫૮૦ પોઈન્ટ પર ખુલ્યો હતો. આ ઉપરાંત અન્ય મુખ્ય શેર બજારોમાં શાંઘાઈમાં શેર બજાર વધારા સાથે બંધ થયું જ્યારે ટોક્યોના શેર બજારમાં ગિરાવટ જોવા મળી. હોંગકોંગ અને સિયોલના બજાર રજાઓને લીધે બંધ રહ્યા હતા. બીજી બાજુ યૂરોપના સ્ચોક એક્સચેન્જ મધ્ય સત્રના સોદામાં વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.