પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગવાઈ રહેલી અલમોડાની રામકથા ‘માનસશ્રી’નો આજ સાતમો મણકો રામ જન્મોત્સવ સાથે સંપન્ન થયો ભાવવાહી રજુઆત કરતા પૂ.શ્રીએ ‘શ્રી’ના વિવિધ સ્વરૂપોનો સંવાદ કર્યો ભગવાન શિવ દ્વારા પ્રસ્તુત કથાનું વર્ણન કરતા વકતાના લક્ષણો દર્શાવ્યા હતા.
આજે જ્યારે કથા પ્રવાહની ધારાને માનસની પ્રસિધ્ધી ‘શ્રી’સત્વન ચોપાઈથી ગુજારવ થયો ઉભય બીચ શ્રી સોહઈ કૈસી, બ્રહ જીવ બીચ માયચા જેસી સિહાસન અતિ ઉચ્ચ મનોહર, શ્રી સમેત પ્રભુ બેઠેતા પર પક્તિઓએ અનેક શ્રોતાઓથી આંખોને ભાવુક કરેલી દર્શિત થઈ રામચરિત માનસ ‘શ્રી’સાત સોપાના પોતાના રૂપમાં વિરાજીત છે બાલકાંડમાં પાર્વતી અયોધ્યાકાંડમાં રાજલક્ષ્મી અરણ્યકાંડમાં મહાસતી અનુસુયા, કિસકિન્ધામાં સ્વયંપ્રભા, સુંદર કાંડમાં ભગવતી સીતા, લંકાકાંડમાં મંદોદરી ઉત્તરકાંડમાં સ્વ ‘રામ’ શ્રીના રૂપ છે. આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે કોઈના પણ જન્મમાં માનો હિસ્સો ૯૦ ટકા છે. બાળકને ભૂલમાં બાપ સજા કરે જ્યારે ‘મા’તેની શિક્ષા કરે મા માળી છે અને પિતા માલિક છે. તપસ્વીની સ્વયત્તા પોતે જ્યોતિ છે તેણે આંખ બંધ કરતા સીતા પાસે પહોચી જવા સુચવેલુ બર્હિમુખતા મૃત્યુ તરફ જાય છે અંતર મુખતા અમરત્વ બાજુ ‘શ્રી સાર્વભમો છે. દરેક જિજ્ઞાસુ માત્ર જ્ઞાનને માપવા માટે નહી પણ પામવા માટે કાર્ય કરે બુધ્ધથી પાસે આવેલા જિજ્ઞાસુ બે વરસ મૌનમાં બેસી ગયો અને તેના બધા ઉતરો મળી ગયા જગતની તમામ સમસ્યાનો ઉકેલ પ્રેચમાં છે પ્રકાશ ગેરહાજરીનું નામ અંધારૂ છે પ્રેમનો અભાવ એ દ્વેષ છે. પ્રેમ ત્રણ જગ્યાએ મળે (૧) મા (૨) મહાત્મા (૩) પરમાત્માં અગ્નીની ‘શ્રી’તેજ આકાશની ‘અસંગતા’ જળની શીતળતા ‘શ્રી’ના સ્વરૂપો છે વકતા ચોકીદાર પણ શ્રોતા જમીનદાર છે.
કથા વિશેષ
હ આજની કથામાં મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રીશ્રી બાબુલાલ ગોર ઉપસ્થિત રહ્યા હતા.
હ આજે વાતાવરણમાં વર્ષાઋતુનો અનુભવ થતો હતો. અહિના જંગલનું એક નાનુ ફળ ‘કાફળ’ખટમીઠું સ્વાદિષ્ટ હોય છે.
હ આ પ્રદેશના લોકોએ આટલો મોટો મહોત્સવ પહેલી વખત માણ્યો.
હ કથા દરમ્યાન રાજ્યના વરિષ્ઠ આગેવાનોની હાજરી સતત જોવા મળી રહી છે.
– તખુભાઈ સાંડસુર