પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં ગઢડા રીક્ષા એસોસિએશન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું.

155

ભાવનગર જિલ્લાના યુવાન જીગ્નેશ કંડોળીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તે અભિયાન છેલ્લા એક વર્ષથી શરૂ કરેલ છે જેમાં ગુજરાતના સાધુ સંતો ,રાજકીય પદાધિકારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સંપૂર્ણ સમર્થન અને સહકાર મળી રહ્યો છે તેમજ આ અભિયાન સરકાર સુધી પહોંચાડવા અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેના અનુસંધાને આજરોજ ગઢડા રીક્ષા એસોશીએશનના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સંપૂર્ણ સહકાર આપ્યો તેમજ ગઢડાની અંદાજિત 100 રિક્ષામાં કોઈ ફિલ્મ સ્ટાર તેમજ કોઈ જાહેરાતના પોસ્ટર નહીં મુકવાના બદલે આ અભિયાનના સમર્થનના ભાગરૂપે માત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પોસ્ટર લગાવી લોકજાગૃતિ અંગે આ અભિયાનમાં સહકાર પૂરો પાડ્યો હતો.

Previous articleપ્રતિબંધિત માદક પદાર્થ પોષ-ડોડાના જથ્થા સાથે ભાવનગરના પાલડી ગામનો શખ્સ ઝડપાયો
Next articleથોરડી ગામે તળાવ કાંઠેથી મળી આવેલ ચિત્રાની સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો