થોરડી ગામે તળાવ કાંઠેથી મળી આવેલ ચિત્રાની સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો

172

પોલીસે ગણતરીના કલાકોમાં એક સગીરા તથા તેનાં પ્રેમીની અટકાયત કરી કેસ સોલ્વ કર્યો
હિન્દી ફિલ્મો ની સ્ટોરી ટાઈપ સસ્પેન્સ ડ્રામા જેવી ચિત્રા ની સગીરવયની યુવતીની હત્યાનો વણ ઉકેલ કોયડો ભાવનગર ની બાહોશ પોલીસ ની ટીમે ચપટી વગાડતાં ઉકેલ્યો છે અને આ હત્યામાં સંડોવાયેલ એક સગીરા તથા તેનાં પ્રેમીને અટકમાં લઈ “દૂધ નું દૂધ અને પાણી નું પાણી” કરી નાખ્યું છે. સમગ્ર ઘટનાક્રમ પરથી નાટ્યાત્મક રીતે પડદો ઊંચકતા ડીવાયએસપી સફીન હસને જણાવ્યું હતું કે ગત તા,૧૬ સપ્ટેમ્બર ના રોજ શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ધંધૂકિયા ની ૧૬ વર્ષિય પૂત્રી ભૂમિ તેનાં મામા પરિવાર સાથે ઘોઘા તાલુકાના થોરડી ગામે માતાજી ના માંડવા પ્રસંગે સાથે ગયા બાદ લાપત્તા બની હતી જે સંદર્ભે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ગત તા,૨૩ સપ્ટેમ્બર ના રોજ થોરડી ગામે આવેલ તળાવ કાંઠેથી અપહ્યત સગીરા ભૂમિ ની નગ્ન હાલતમાં અને તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી આથી ડીએસપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પેનલ પીએમ માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી દરમ્યાન તપાસ માં ટેકનિકલ પાસાઓ સાથે મૃતક સગીરા ગુમ થયા પૂર્વે છેલ્લે કોની સાથે જોવા મળી હતી જે મુદ્દે પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં મૃતકની નજીકની સંબંધી એવી ૧૭ વર્ષિય સગીરા સાથે જોવા મળી હતી આથી પોલીસે એ સગીરાને ઉઠાવી ઉલટ-સુલટ તપાસ સાથે સઘન પુછપર હાથ ધરતા સગીરા ભાંગી પડી હતી અને પોતે તથા તેનાં પ્રેમી કાર્તિક ભરત ડુંમરાળીયા એ સાથે મળી હત્યા કરી ની કબૂલાત આપતાં પોલીસે પ્રેમી કાર્તિક ની પણ અટકાયત કરી હતી જેમાં કાયદાના સંઘર્ષ માં આવેલી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીરાએ જણાવ્યું હતું કે સિદસર માં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં કાર્તિક સાથે પ્રેમ સંબંધો ની જાણ મૃતક ભૂમિ ને થતાં આ પ્રેમ પ્રકરણનો ભાંડો ફોડી નાખ્યો હતો અને હજું પણ પોતાના પ્રેમ પ્રકરણે પોતાના સગાં સબંધિઓ માં વાતો કરી બદનામ કરતી હોય આથી સમસમી ઉઠેલી સગીરાએ પોતાના પ્રેમમાં આડખિલી રૂપ ભૂમિ નો કાંટો કાઢી નાંખવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો અને મોકાની તલાશ માં હતી દરમ્યાન થોરડી ગામે માતાજી નો માંડવો હોય આથી ભૂમિનું કાસળ કાઢી નાંખવા નું સરળ બની જતાં સગીરાએ પ્રથમ આગ્રહ પૂર્વક ચિત્રા થી સિદસર બોલાવી હતી અને થોરડી ગયાં બાદ રાત્રે સગીરાએ ભૂમિ ને કહ્યું હતું કે મારો પ્રેમી મળવા આવ્યો છે તું પણ ચાલ આથી ભૂમિ પણ સાથે ગઈ હતી જયાં તળાવના કિનારે લઈ જઈ સગીરાએ પ્રેમી સાથે મળી મૃતક ભૂમિ ના મોઢે મૂંગો દઈ ગળું દબાવી હત્યા કરી હતી પરંતુ આટલેથી પણ સગીરાનુ ખુન્નસ ન ઉતરતા ભૂમિ ના પેટમાં તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી તળાવના પાળેથી લાશને પાણીમાં ગબડાવી હત્યારી સગીરા તથા તેનો પ્રેમી જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતે ફરી પોતાના સ્થાને ગોઠવાઈ ગયા હતા પરંતુ પોલીસે સ્થળ પરથી મળેલ પુરાવાઓ અને જીણવટભરી તપાસ ના અંતે હત્યા ના મૂળ સુધી પહોંચી હત્યારી સગીરા તથા તેનાં આશિક ની અટકાયત કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો હાલ પોલીસે બંને પ્રેમી હત્યારાની કોવિડ પ્રોટોકોલ મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleપ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં ગઢડા રીક્ષા એસોસિએશન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું.
Next articleસિહોરમાં ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા શાહુકારો વિરુધ્ધ લોકગાયકે ફરિયાદ નોંધાવી