શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી નેત્રયજ્ઞ યોજાયો
ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.પ્રભુદાસભાઈ માણેકલાલ કોઠારીની સ્મૃતિમાં ૪૨૨મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ હતો, સોનલબહેન હિમાંશુભાઈ પટવારીના સૌજન્યથી આજરોજ શુક્રવારના રોજ યોજાયેલા નેત્રયજ્ઞમાં ૧૨૭ દર્દીઓએ આંખ તપાસ કરાવી હતી.શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૨મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ હસમુખભાઈ દામોદરદાસ સરવૈયા તથા સુધાબહેન હસમુખભાઈ સરવૈયાનાં સહયોગથી રાખવામાં આવ્યો હતો, આ બંને શિબિરોના ૧૨૭ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલયમાં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૨૬ દર્દી તથા તેમના ૧૫ સગા-સબંધીઓને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવ્યા હતા. આ સંસ્થા દર્દી નારાયણોની સેવા કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવનના સ્વયંસેવક નવીનભાઈ પટ્ટણી, યોગેન્દ્રભાઈ શાહ તથા હેમાલિબહેન ભટ્ટ એ સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી.