ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને થોડી ઠંડક મળે તેવા હેતુથી લોયર્સ ફાઉન્ડેશન ઓફ ભાવનગર દ્વારા આજે ભાવનગર કોર્ટ બહાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પ૦૦ લીટર છાશ વિનામુલ્યે લોકોને પીવરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નિલેશ મહેતા, ધર્મેન્દ્ર ડાભી, સંજય ત્રિવેદી, ધવલ દેસાઈ, શૈલેષ ઓઝા, ચેતન આસ્તિક, સોહીલ હમીદાણી, એ.યુ. હમીદાણી, જીતુભાઈ મકવાણા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.