૫૬ યુદ્ધ વિમાન ખરીદવા ભારતના સ્પેન સાથે કરાર

186

રક્ષા મંત્રાલયનો ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો સોદો : કરારના ૪૮ મહિનાની અંદર એરબસ કંપની ભારતને ઉડવા માટે તૈયાર હાલતમાં ૧૬ વિમાનો આપશે
નવી દિલ્હી, તા.૨૪
રક્ષા મંત્રાલયે ૫૬ ’સી-૨૯૫ ’ પ્રકારના મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે ૨૦૦૦૦ કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ વિમાન ભારતીય વાયુસેનામાં એવરો-૭૪૮ પ્રકારના વિમાનોનુ સ્થાન લેશે. આ સોદો બહુ લાંબા સમયથી અટકી રહ્યો હતો અને તેને હવે મંજૂરી આપી દેવામાં આવી છે. આજે થયેલા કરારના ૪૮ મહિનાની અંદર એરબસ કંપની ભારતને ઉડવા માટે તૈયાર હાલતમાં ૧૬ વિમાનો આપશે અને બાકીના ૪૦ વિમાનો ભારતમાં બનશે. આ માટે એરબસ અને ટાટા કંપની વચ્ચે કરાર થયા છે. આગામી ૧૦ વર્ષમાં ભારતમાં જ આ વિમાનોને તૈયાર કરવામાં આવશે. સી ૨૯૫ પ્રકારના વિમાન ૫ થી ૧૦ ટન વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં પહેલી વખત એવુ બની રહ્યુ છે કે, એક પ્રાઈવેટ કંપની દ્વારા ભારતમાં મિલિટરી એરક્રાફ્ટનુ નિર્માણ કરવામાં આવશે. આ તમામ વિમાનને દેશમાં જ બનેલી ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષ પહેલા એવરોના સ્થાને નવા વિમાનો ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે ભારતને વિમાનો સપ્લાય કરવામાં આવે તે પહેલા ભારતમાં આ વિમાનો માટે એક મેન્ટેનન્સ હબ પણ બનાવવામાં આવી રહ્યુ છે. દરમિયાન ઉદ્યોગપતિ રતન ટાટાએ આ કરાર પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, ટાટા અને એરબસના જોઈન્ટ પ્રોજે્‌કટને મંજૂરી મળી ચુકી છે અને તે ભારતમાં એવિએશનની દુનિયામાં બહુ ક્રાંતિકારી નિર્ણય પૂરવાર થશે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧૩૮૨ નવા પોઝિટિવ કેસ
Next articleઉરી સેક્ટરમાં સૈન્યના સર્ચ ઓપરેશનમાં ૩ આતંકી ઠાર