આર્ટ ગેલરીમાં અંધારું કરી હાથમાં મીણબત્તી લઈ મહેમાનોને ચિત્રો બતાવી અનોખી રીતે ઉદ્ધાટન સમારોહ યોજાયો
ભાવનગરમાં સરદારનગર ખાતે આવેલા ખોડીદાસ પરમાર આર્ટ ગેલરી ખાતે અજંતાની ગુફાની જાખી કરાવતું પ્રદર્શન શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ પ્રદર્શનની શરૂઆતમાં ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેની ખાસિયત એ હતી કે લોકો અંજતાની ગુફામાં ચિત્રો જે રીતે જુવે છે તેવી જ રીતે અહિં પણ જોવે તે માટે આ આર્ટ ગેલરીમાં અંધારું કરી હાથમાં મીણબત્તી લઈ મહેમાનોને ચિત્રો બતાવી અનોખી રીતે ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોને અને કલારસિકોને અજંતાની ગુફામાં હોય તેવો અહેસાસ કરાવ્યો હતો. અજંતાની ગુફાઓ, ભારતભરમાં તેમના ચિત્રોને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. તે ચિત્રો જોવા, કલપ્રેમીઓ દેશ- પરદેશથી જોવા જાણવા માટે આવે છે. ચિત્રો આજે પણ એટલા જ તાજા, અને તેના વિષયને લઈ ને, લોકોને આકર્ષિત કરે છે. તે ચિત્રોની અનુકૃતિ, ભાવનગરના ખોડીદાસભાઇ પરમાર સહીત સિદ્ધહસ્ત 38 ચિત્રકારોએ, તેમના કેનવાસ પર ઉતાર્યો છે અને 51 જેટલા ચિત્રો બનાવ્યાં છે. ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ખાતે તારીખ 25 અને 26 સપ્ટેમ્બર 2021ના રોજ સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લુ રહેશે. ત્યારે જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શન નિહાળવા નિશીથભાઈ મહેતા, તેજશભાઈ શેઠ, ગિરીશભાઈ શેઠ, કલ્પનાબેન સલોત, ડૉ.મહેન્દ્સિંહ પરમાર, ઊષાબેન પાઠક, ભાગઁવીબેન ભટ્ટ સહિતના કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.