ચેમ્બર દ્વારા ઈ-વે બીલ સેમિનાર યોજાયો

1427
bvn2842018-8.jpg

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ભારત સરકારના સી જીએસટી ડીપાર્ટમેન્ટની ભાવનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંતર્ગત ઈ-વે બિલ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમા ચેમ્બર પ્રમુખ મહેશભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરેલ.
જીએસટી ડીપાર્ટમેન્ટ ભાવનગરના સુપ્રીટેન્ડન્ટ સુધીર સીહાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ અને લોકોને તેઓને ગુંજવતા પ્રશ્નો અંગે કચેરીની રૂબરૂ મુલાકાત લેવા અને કચેરી તરફથી આ અંગે સંપૂર્ણ સહયોગની ખાતરી આપેલ.
જીએસટીના ડેપ્યુટી કમિશ્નર પ્રતિક ભાટીયાએ તા.૧-૪-૨૦૧૮ થી અમલમાં આવેલ ઈ-વે બીલ અંગે પ્રાથમિક જાણકારી આપતા જણાવેલ કે ઈ-વે બિલના કારણે ડોક્યુમેન્ટેશનની જરૂરીયાત રહેતી નથી અને સમયની પણ બચત થાય છે. આ ઉપરાંત ઈ-વે બિલ પ્રોસેસપણ ખુબજ સરળ છે. પહેલા કેટલાક રાજ્યોમાં ઈ-વે બિલ અમલમાં હતુ હવે બધા રાજ્યોમાં ઈ-વે બિલ અમલમા આવી ગયુ છે. ઈ-વે બીલના કારણે સરળતા થશે અને ભ્રષ્ટાચાર ખતમ થશે. ઈ-વે બિલ સપ્લાયર, ડીલેવરી લેનાર અથવા ટ્રાન્સપોર્ટરએ ત્રણમાથી કોઈપણ જનરેટ કરી શકે છે. ઈ-વે બિલ જનરેટ થયા પછી તેમા સુધારાને કોઈ અવકાશ નથી તેને રદ કરવું પડે ઈ-વે બિલમાં પાર્ટ ‘એ’ અને ‘બી’બંને સંપૂર્ણ ભરવો જરૂરી છે ત્યારબાદ જ ઈ-વે બિલ જનરેટ થઈ શકે છે.
કરવેરા નિષ્ણાત ભરતભાઈ શેઠે ઈ-વે બિલ અંગે વધુ પ્રકાશ પાડતા જણાવેલ કે વેટ નંબર ધરાવતા હોય તેઓના માટે ઈ-વે બિલ ખુબ જ સરળ બાબત છે. શહેરી  વિસ્તારની લીમીટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવા માટે ઈ-વે બિલની જરૂરીયાત રહેતી નથી. ૫૦ કિ.મી.ની મર્યાદા હોય તો પાર્ટ ‘એ’જરૂરી છે પાર્ટ ‘બી’જરૂરી નથી.
કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના કોષાધ્યક્ષ કીરીટભાઈ સોનીએ તથા આભારવિધી ટેક્ષેશન કમીટીના ચેરમેન હીતેષભાઈ રાજ્યગુરૂએ કરેલ.

Previous articleભાવનગર નાગરિક બેંકની અદ્યતન સુવિધા સાથેની હેડ ઓફિસનું આવતીકાલે ઉદ્દઘાટન
Next articleમહાપાલિકાની બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર