સી એસ આઈ આર- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર દ્વારા ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ??રોજ “ધ મલ્ટીપલ ફેસિસ ઓફ કેટાલિસિસઃ નાની વસ્તુઓ ની મોટી અસર પડી શકે છે” નું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૫ મી સ્વતંત્રતા વર્ષ દરમિયાન ઉજવાયેલા આઝાદીના અમૃત મહોત્સવ, સી એસ આઈ આર- જિજ્ઞાશા અને વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ શ્રી ઉમેશ કુમાર, વિજ્ઞાન જ્યોતિ પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર, જવાહર નવોદય વિદ્યાલય, દીવ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉ. ડુંગર રામ ચૌધરી, આચાર્ય વૈજ્ઞાનિક અને સીએસઆઈઆર- જિજ્ઞાસા પ્રોજેક્ટ ઈન્વેસ્ટિગેટરએ તમામ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યો, વિજ્ઞાન જ્યોતિ પ્રોજેક્ટ તપાસકર્તાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ડો.ચૌધરીએ વિદ્યાર્થીઓને જગદીશચંદ્ર બોઝના જીવન અને વિજ્ઞાન ની દુનિયામાં તેમના યોગદાન વિશે જણાવ્યું હતું. ડો.ચૌધરીએ તેમના દ્વારા કરેલી શોધો જેવી કે વાયરલેસ સિગ્નલો મોકલવા, રેડિયો તરંગો, સેમિકન્ડક્ટર્સ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી. આ સાથે, જગદીશચંદ્ર બોઝે વિવિધ ઉત્તેજનાઓ પર છોડની પ્રતિક્રિયાના પ્રયોગો વિશે જણાવ્યું, જેમાં છોડમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે.કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.સરવાનન એસ. વૈજ્ઞાનિક, સી એસ આઈ આર- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માથી હતા. વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં કેટાલિસિસના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ૮૦-૯૦% રાસાયણિક ઉત્પાદનો ઉત્પ્રેરકનો ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ, જે ગ્રીનહાઉસ ગેસ છે અને ગ્લોબલ વોર્મિંગનું કારણ છે, તેને ઉત્પ્રેરકની મદદથી કાર્બોનેટ, પોલી-કાર્બોનેટ અને કાર્બોક્સિલિક એસિડ જેવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય છે. તેવી જ રીતે હવામાં હાજર નાઇટ્રોજનનો ઉપયોગ યુટીરિયા જેવા રાસાયણિક ખાતરોના ઉત્પાદનમાં ઉત્પ્રેરક દ્વારા થાય છે. વિદ્યાર્થીઓએ તેમની જિજ્ઞાશા મુજબ પ્રશ્નો પૂછ્યા હતા, જે ડો.સરવનને ખૂબ જ રસપ્રદ રીતે ઉકેલ્યા હતા. જવાહર નવોદય વિદ્યાલય (દીવ, ભાવનગર અને અમરેલી), કેન્દ્રીય વિદ્યાલય, દીવ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સમાપન કરતી વખતે, ભાવનગરના જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક શ્રી અનિલ કુમાર મીણાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ઘણો લાભ મળશે.