દહેગામની પૂર્ણિમા હાઈસ્કૂલમાં સવારે પ્રાથના સમયે અસામાજિક તત્ત્વોએ મિર્ચી બોમ્બ ફોડી દેતા સમગ્ર વિસ્તારમા હાહાકાર મચ્યો હતો. જેને કારણે શાળામાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. મિરચી બોમ્બ ફેંકાયાની અફવા જોતજોતામાં ગામમાં ફેલાઈ ગઈ હતી.
દહેગામમાં અસામાજિક તત્વોનો આતંક ફેલાયો છે. પૂર્ણીમા હાઈસ્કૂલમાં બાળકોની પ્રાથના ચાલી રહી હતી. ત્યારે પ્રિન્સીપાલ વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે બહારની બાજુએથી બાઈક પર આવેલા અસામાજિક તત્ત્વોએ મિરચી બોમ્બ ફેંક્યો હતો. પ્રાર્થના સમયે બાળકો પર સળગતા મિર્ચી બોમ્બ ફેંકાતા શાળાના કમ્પાઉન્ડમાં બાળકોમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં ૩ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.
આમ, અસામાજિક તત્ત્વોના આ કારસ્તાનથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો, તેમજ બેથી ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે.