રાજુલા ખાતે ગાયત્રી શક્તિપીઠનો ૩૬મો પાટોત્સવ ભવ્યતાથી સંપન્ન

291

રાજુલા શહેરની મધ્યમાં ક્રિષ્નનગર સોસાયટીનાં ભવ્ય પટાંગણ ધરાવતું ગાયત્રી શક્તિપીઠનો ૩૬મો પાટોત્સવ ૨૪ કુંડીય ગાયત્રી યજ્ઞ દ્વારા તેમજ ગાયત્રી પરિવારના ૭૦૦ ભાવિકોએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો. ગાયત્રી શક્તિપીઠના મહિલા મંડળના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ શક્તિપીઠમાં વહેલી સવારે ૬ કલાકે આરતી થયા બાદ ૩૬ વર્ષથી ૬-૩૦ થી ૭-૩૦ વહેલી સવારે નિયમિત વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ કરવામાં આવે છે. તેમાં અનેક ભાઇ-બહેનો ભાગ લે છે. તેમજ અનેક ધાર્મિક સંસ્કૃતિ જાળવી રાખીને જેવા કે ગર્ભાધાન સંસ્કારવિધી, બાળક જન્મે ત્યારે સુવર્ણપ્રાશ, તેમજ લગ્નવિધી, દેવસ્થાપન, તેમજ અનેક ઘરો ગાયત્રી  યજ્ઞ કરાવવમાં આવે છે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા તમામ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ શાંતિકુંજથી અનેક પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. દરરોજ રાત્રીની સાંજના ૬-૩૦ કલાકે આરતીમાં અનેક ભાઇબહેનો લાભ લે છે. આમ આખો દિવસ શક્તિપીઠ મંદિર અને પટાંગણ ધમધમતું જોવા મળે છે.

Previous article25/04/2019
Next articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ