દામનગર નાગરિક શરફી મંડળી દ્વારા વિના મૂલ્યે ડસ્ટબીન વિતરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ શહેરીજનાને અર્પણ કરવાનો નિર્ણય કરાયો.
શહેરભરની તમામ મિલ્કતો રહેણાંક દુકાનો શાળાઓ, ઔદ્યોગિક એકમો, સરકારી કચેરી, ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ મિલ્કતોમાં ચૌદ લીટરની સંગ્રહ શક્તિ ધરાવતા ડસ્ટબીનનું વિનામૂલ્યે વિતરણ કરાયા. ચેરમેન હરજીભાઈ નારોલા, વા. ચેરમેન માધવજીભાઈ સુતરિયા, ડિરેકટરો તથા નગરપાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ, ભીમજીભાઈ વાવડીયા, રણછોડભાઈ બોખા, ગોબરભાઈ નારોલા, નિકુલભાઈ રાવલ, કિશોરભાઈ ભટ્ટ, હિમતભાઈ આલગિયા, પ્રીતેશભાઈ નારોલા, ધીરુભાઈ નારોલા, ભાવેશભાઈ ખખ્ખર, નટુભાઈ ભાતિયા, વિનુભાઈ જયપાલ, અતુલભાઈ શુક્લ, કર્મચારી મેનેજર જીવરાજભાઈ બુધેલીયા, દિનેશભાઇ પટેલ, સુરેશભાઈ ચુડાસમા, ભુપતભાઇ માલવીયા, સીરાઝભાઈ ભારમલ, ભદ્રેશભાઈ ગઢવી દ્વારા નવ વિભાગો નક્કી કરી રહેણાંક સહિત મુખ્ય બજારોના સ્થળે ફરી સ્લીપ વિતરણ કરી આ સ્લીપ લઈ નાગરિક શરાફી મંડળી એ ડસ્ટબીન મેળવી લેવા અનુરોધ કરાયો હતો.