બોટાદ જીલ્લાના રાણપુરની બેન્ક ઓફ બરોડા શાખામાં વિવિધ પ્રકારના કામો અને કર્મચારીઓની અનિયમિતતાથી ગ્રાહકો પરેશાન છે.બેન્ક નો લેન્ડલાઈન ફોન કર્મચારીઓ ઉપાડતા નથી.અમુક કર્મચારીઓ ખાતેદાર સાથે અપમાનિત વર્તાવ કરે છે.મોટાભાગનો સ્ટાફ બિનગુજરાતી હોવાથી ગ્રામજનો અને ગામડાના લોકો વાતચીત કરવામાં મુંઝાઈ છે.સ્ટાફ સવારે સમયસર આવતો ન હોવાની ફરીયાદ પણ છે.બેન્કમાં એસી બંધ રાખવામાં આવે છે.પાસબુક એન્ટ્રીનું મશીન બેન્કમાં જ હોવાથી દરોજ લાંબી લાંબી લાઈનો લાગે છે.આ પાસબુક એન્ટ્રી મશીનને બહાર એટીએમમાં રાખવામાં તો ખાતેદારોને એન્ટ્રી પાડવામાં મોટી રાહત થાય તેમ છે.આ શાખામાં ગ્રાહકોની સંખ્યા વધુ છે.ખેડુત ખાતેદારો ઉપરાંત નોકરીયાત,પેન્શનરો અને વેપારીઓના પણ એકાઉન્ટ છે. ગ્રાહકો સાથે કર્મચારીઓનું વલણ તોછડાઈભર્યુ હોવાથી ગ્રાહકો પરેશાન છે.અત્યારે આવા ધોમધખતા ઉનાળામાં બેન્કમાં ગ્રાહકો માટે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.આ બેન્કનો વહીવટ સુધારી ગ્રાહકલક્ષી સેવા વધારવા માંગણી કરવામાં આવી છે.બેન્કનો ટેલિફોન બંધ હોવાનું બહાર આવતા રાજકોટ હેડ ઓફીસ સુધી રજુઆત કરવામાં આવી છે.પણ કોઈ પગલા લેવાયા નથી.