ત્રણ ચોરાવ મોટર સાયકલ સાથે કળીયાબીડના બે ઈસમો ઝડપાયા

    1098

    શહેરના ગઢેચી વડલા આર.ટી.ઓ. સર્કલ પાસેથી ચોરાવ મોટર સાયકલ લઈ પસાર થતાં બે ઈસમોને ત્રણ ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતાં.

    ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર, ગઢેચી વડલા,આર.ટી.ઓ. સર્કલ, હનુમાનજીનાં મંદિર પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ તથા મીનાજભાઇ ગોરીને બાતમીરાહે હકીકત મળેલ કે,કાળીયાબીડ,સાગવાડીમાં રહેતાં હિરેનભાઇ વાલજીભાઇ તથા મનિષ ઉર્ફે લાલો ભુપતભાઇ બંને ચોરાઉ શક પડતાં મો.સા. સાથે નીકળવાનાં છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં હિરેનભાઇ વાલજીભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.પ્લોટ નં.૩૧૧,સર્વે નં.૨૪૪, સાગવાડી, ભાવનગરવાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર + મો.સા. રજી.નં. જીેજે -૦૪-બીજી ૯૮૬૨વાળા મો.સા. સાથે મળી આવેલ.તેની પાસે મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી તથા મનિષભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ બાંભણીયા ઉ.વ.૨૭ રહે.ઇન્દ્દપ્રસ્થનગર,શેરી નં.૨,કે.પી.ઇ.એસ. કોલેજ પાછળ,કાળીયાબીડ, ભાવનગરવાળા મો.સા. રજી.નંબર વગરનાં મો.સા. સાથે મળી આવેલ.તેની પાસે મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કુલ મો.સા.-૨ શક પડતી મિલ્કત ગણી કુલ રૂ.૪૫,૦૦૦/- ગણી સીઆપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.સીઆરપીસી  કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

    બોરતળાવ,ખોડિયાર મંદિર પાસેથી બજાજ પ્લેટીના મો.સા. રજી.નં.જીજે-૦૪ એકયુ૧૧૦૩ની ચોરી કરેલ.જે મો.સા. તેઓ બંનેએ રેલ્વે હોસ્પીટલ અંદર મુકી દીધેલ હોવાની કબુલાત કરેલ.જે આધારે બજાજ પ્લેટીના મો.સા. નં.જીજે-૦૪-એકયુ૧૧૦૩ કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ. આમ,ભાવનગર શહેર વિસ્તારમાંથી ચોરી થયેલ મો.સા.-૦૩નાં ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ રૂ.૭૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લઇ મો.સા. ચોરીનાં ત્રણ ગુન્હાઓ શોધી કાઢવામાં  આવ્યા છે.

    આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, મીનાજભાઇ ગોરી, શક્તિસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

    Previous article01/07/2018
    Next article02/07/2018